Get The App

વડોદરાના હરણી સ્કલ્પચર પાર્કમાં બાળકો માટે નવી રમતોની સુવિધા

Updated: Nov 8th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાના હરણી સ્કલ્પચર પાર્કમાં બાળકો માટે નવી રમતોની સુવિધા 1 - image

Vadodara's Harni Sculpture Park

Vadodara Corporation : હરણી સ્કલ્પચર પાર્કમાં બાળકોના આનંદ અને શારીરિક વિકાસ માટે આધુનિક રમતગમતના સાધનો સાથે નાગરિકોના સ્વાસ્થ્ય માટે ઓપન જીમ સહિતની સુવિધા ઉભી કરાશે. 

હરણી સ્કલ્પચર પાર્કમાં બાળકોના મનોરંજન માટે રમત-ગમતના સાધનોમાં વધારો કરાશે. બાળકો માટે ખાસ કરીને : ઝૂલો, લપસણી, મેટલ પ્લેટફોર્મ મેરી ગો રાઉન્ડ, મલ્ટિસિટર શી શો, જેવા સાધનો લગાડવામાં આવશે. સાથે એક નવીન અને અધ્યતન “મલ્ટી પ્લે સ્ટેશન” લગાડવાનું આયોજન છે. આ એક જ સાધનમાં સ્પાઈરલ સાઈડર, કર્વ સાઈડર, રોટો ટનલ, બ્રીજ, રોક ક્લાઇમ્બર અને બેંચનો સમાવેશ થાય છે. જે બાળકોના શારીરિક વિકાસ સાથે તેમના આનંદમાં પણ વધારો ક૨શે. આ ઉપરાંત નાગરિકો માટે ઓપન જીમની સુવિધા મળી રહે અને પાર્કની મુલાકાત લેતા નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાઈ ૨હે તે હેતુથી કસ૨ત માટે એરિઅલ સ્ટ્રોલર, એરો રાઈડ૨, સાયકલ, સીટેડ એન્ડ સ્ટેન્ડીંગ ટ્વિસ્ટર, એ.બી.એસ. બોર્ડ, પુસઅપ બાર અને પુલ અપ સ્ટેશન વગેરે સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.