Get The App

નવી શોધ : કેરીના પલ્પમાંથી બનશે લેધર બૅગ, વોલેટ અને લેપટોગ બૅગ

આ લેધરમાંથી બનેલાં બેગ અને લેપટોપ સ્લીવ્સનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું

Updated: May 24th, 2023

GS TEAM


Google News
Google News
નવી શોધ : કેરીના પલ્પમાંથી બનશે લેધર બૅગ, વોલેટ અને લેપટોગ બૅગ 1 - image



અમદાવાદઃ કેરીએ લગભગ બધાંને જ પ્રિય એવું ફળ છે. ઉનાળામાં તો કેરી અને તેનો રસ લગભગ દરેક ગુજરાતીના ભોજનનો ભાગ બની જાય છે. ત્યારે તાજેતરમાં જ ચેન્નઈમાં આવેલા સેન્ટ્રલ લેધર રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (સી.એલ.આર.આઈ)માં વૈજ્ઞાનિકોએ એક એવી પદ્ધતિ વિકસાવી છે જેમાં કેરીનાં પલ્પમાંથી લેધર બની શકશે અને તે લેધરમાંથી વોલેટ, લેપટોપ બેગ વગેરે બનાવી શકાશે. 

પર્યાવરણ માટે પણ અનુકૂળતા ધરાવે છે
આ પદ્ધતિમાં 50 ટકા મેંગો પલ્પને લિક્વિડ અને પાવડર ફોર્મમાં બાયપોલિમર સાથે કંબાઈન કરવામાં આવે છે. ત્યારબાદ આ મિક્ચરને પ્રોસેસ કરી શીટ જેવાં મટીરિયલમાં કન્વર્ટ કરવામાં આવે છે અને અંતે કોટિંગ દ્વારા તેને ફિનિશિંગ આપવામાં આવે છે. આ લેધરમાંથી બનેલાં બેગ અને લેપટોપ સ્લીવ્સનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે અને હવે ફૂટવેર બનાવવા માટે આ લેધરમાં ઈમ્પ્રુવમેન્ટ શરુ કરાયા છે. આ લેધર ટકાઉ હોવાની ઈકો - ફ્રેન્ડલી સાથે ઈકો ફ્રેન્ડલી પણ છે. જેને લીધે પર્યાવરણ માટે પણ અનુકૂળતા ધરાવે છે. 

નવી શોધ : કેરીના પલ્પમાંથી બનશે લેધર બૅગ, વોલેટ અને લેપટોગ બૅગ 2 - image

ચામડાં કરતાં કાર્બન ફૂટપ્રિન્ટ પણ ઓછું
આ શોધને પ્રોત્સાહન આપનાર આમતી ગ્રીન પ્રાઈવેટ લિમિટેડના સ્થાપક પ્રતિક દધાનિયાએ કહ્યું કે, 'આ લેધરના ઉત્પાદનમાં ઉપયોગમાં ન લેવાયેલી કેરીઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જે તે કેરીઓના બગાડને અટકાવે છે.આ સિવાય આ પ્રોસેસમાં અન્ય ચામડાં કરતાં કાર્બન ફૂટપ્રિન્ટ પણ ઓછું મોડરેટ થાય છે. માર્કેટમાં વપરાતાં લેધર કરતાં અમારું લેધર 60 ટકા સસ્તુ છે.આ પ્રયોગથી કેરીના કચરાનો યોગ્ય નિકાલ તથા ખેડૂતોને પ્રોત્સાહિત કરવાનો અમારો પ્રયત્ન છે.

Tags :