મ્યુ. કોર્પોરેશન ગોત્રી વિસ્તારમાં પેવેલિયન સહિતની સુવિધાઓથી સજ્જ નવું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવશે
કુલ ૧૧ પિચ પૈકી પ મુખ્ય અને ૬ પ્રેક્ટિસ પિચ તૈયાર થશે

મ્યુ. કોર્પોરેશન યુવા ક્રિકેટરોને શ્રેષ્ઠ તાલીમ અને સ્પર્ધાત્મક મેચો રમવા માટે ઉત્તમ પ્લેટફોર્મ આપવા ગોત્રી વિસ્તારમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નવું ક્રિકેટ ગ્રાઉન્ડબનાવશે.
ટી.પી. ૬૦, એફ.પી. ૧૨૮ ખાતે કુલ ૪૧,૭૦૭ ચો.મી. વિસ્તારમાં નવું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાની કામગીરી આગામી બે મહિનામાં શરૂ કરી વર્ષ ૨૦૨૭ જૂન સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. ગ્રાઉન્ડમાં એક મુખ્ય ક્રિકેટ મેદાન સાથે કુલ ૧૧પિચ, જેમાં ૫ મુખ્ય અને ૬ પ્રેક્ટિસ પિચ તૈયાર થશે. ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ માટે ૫૫૦ ચો.મી. બિલ્ટ-અપ વિસ્તારમાં આધુનિક પેવેલિયન બિલ્ડિંગ બનશે, જેમાં કોચિંગ રૂમ, રિફ્રેશમેન્ટ એરિયા, વોટર રૂમ, વોશ એરિયા, રજિસ્ટ્રેશન ઓફિસ તથા પ્રેક્ષકો માટે લો-લેવલ સ્ટેન્ડ, પાર્કિંગ, સિક્યુરિટી કેબિન અને આકર્ષક પ્રવેશદ્વારની સુવિધા હશે. રાત્રિ મેચો માટે ફ્લડલાઈટની સુવિધા પણ કરાશે.

