વડોદરા શહેરના પાંચ પોલીસ સ્ટેશનના આધુનિક સુવિધાઓ સાથેના બિલ્ડિંગ બનશે,ગોરવાનું સ્થળાંતર
વડોદરાઃ વડોદરા શહેર પોલીસ દ્વારા આધુનિક સુવિધાઓથી સજ્જ પોલીસ સ્ટેશનો બનાવવા યોજના અમલમાં મુકાઇ છે.જેમાં આજે જૂની બિલ્ડિંગમાં આવેલા ગોરવા પોલીસ સ્ટેશનનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
શહેર પોલીસ કમિશનર દ્વારા પાંચ પોલીસ સ્ટેશનોના નવા બિલ્ડિંગ બનાવવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે.જે પૈકી માંજલપુર પોલીસ સ્ટેશનનું બાંધકામ ચાલુ થઇ ગયું છે.
આજે ગોરવા-રિફાઇનરી રોડ પર આવેલું ગોરવા પોલીસ સ્ટેશનનું જૂનું બિલ્ડિંગ ખાલી કરવામાં આવ્યું છે અને ગોરવા શાક માર્કેટ ખાતે ભાડાના મકાનમાં હંગામી ધોરણે પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે.જ્યાં પીઆઇ કિરિટ લાઠીયા અને ટીમે ફરજ શરૃ કરી છે.
પોલીસ કમિશનરે કહ્યું હતું કે,ગોરવા અને માંજલપુર પોલીસ સ્ટેશન ૧૮ મહિનામાં તૈયાર થઇ જશે અને હવે પછી અટલાદરા, અકોટા અને કુંભારવાડા પોલીસ સ્ટેશન પણ આધુનિક સુવિધાઓ સાથે નવા બનાવવામાં આવશે.