કાકા પર હુમલો કરી મારી નાંખવાની ધમકી આપતો ભત્રીજો
પથ્થર ઉઠાવીને માથામાં મારી દીધો
વડોદરા,ગાજરાવાડી માળી મહોલ્લામાં રહેતા કાલીદાસ માળીએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાતે સાડા અગિયાર વાગ્યે હું ઘરે સૂતો હતો. તે સમયે મારો ભત્રીજો રાહુલ લાલાભાઇ માળી એક વિધવા મહિલા સાથે મોટે મોટેથી વાતો કરતો હતો.જેથી, મેં તેઓને ધીમે વાતો કરવા કહેતા રાહુલે ઉશ્કેરાઇને મારી સાથે બોલાચાલી શરૃ કરી હતી. મારી પત્ની તેને સમજાવવા જતા રાહુલ તેેને પણ ગાળો બોલવા લાગ્યો હતો. તેણે શેરીમાં રસ્તા પર પડેલો પથ્થર ઉઠાવીને મારા માથામાં મારી દીધો હતો. તેમજ મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.