બાલાશિનોરના સરોડા ગામમાં ભત્રીજાનો કાકી ઉપર બળાત્કાર
- ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી અવારનવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ
પ્રાપ્ત વિગતો અનુસાર બાલાશિનોર તાલુકામાં આવેલા સરોડા ગામમાં કુટુંબી ભત્રીજો રાહુલ ચૌહાણ કાકી સામે અવારનવાર દાનત બગાડી પ્રેમ જાળમાં ફસાવવા માંગતો હતો.પરંતુ એક દિવસ કાકી ખેતરમાં જતા એકલતાનો લાભ લઈને દિવેલાના ખેતરમાં હાથ પકડીને જબરજસ્તી લઈ ગયો હતો.ત્યારે ભોગ બનનાર યેનકેન પ્રકારે પીછો છોડાવી આવી હતી.આ પછીથી એક દિવસ રાત્રિના સમયે કાકી અને તેઓના સાસુ બંને ઘરે હતા.તે સમયે રાત્રિના ઘરમાં ઘુસીને કાકીનું મોઢું દબાવીને તેં જો બૂમો પાડી તો કહીશ કે તેં મને બોલાવ્યો હતો. એમ કહીશ તો તારી આબરૂ જતી રહેશે.તેમ કહીને બળાત્કાર ગુજારી ફોટા પાડી લીધા હતા.ફોટા વાયરલ કરવાની ધમકી આપીને અવારનવાર ખેતરમાં બળાત્કાર ગુજાર્યો હતો. આ બાબતે ભોગ બનનારે કંટાળીને પતિ અને કુટુંબના માણસો લઈને બાલાશિનોર ટાઉન પોલીસ મથકે રાહુલ રાજેશ ચૌહાણ રહે,સરોડા સામે બળાત્કારની ફરિયાદ આપી હતી.જે બાબતે ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે.