Gujarat

આજવા રોડ પર ફુવાના ઘરે ચોરી કરનાર ભત્રીજો ઝડપાયો

By GS TEAM
28 Nov 20251 min read
આજવા રોડ પર ફુવાના ઘરે ચોરી કરનાર ભત્રીજો ઝડપાયો

 વડોદરા,આજવા રોડ પર ચોરી કરનાર ફરિયાદીના ભત્રીજાને જ પોલીસે ઝડપી પાડી ચોરીના તમામ દાગીના રિકવર કર્યા છે.

આજવા રોડ ગોકુળનગરમાં રહેતા ગોપાલદાસ સોમાલાલ તલાટી ગત ૧૬ મી તારીખે તેમના પત્ની સાથે દીકરી તન્વીનું સીમંત હોઇ ખરીદી કરવા માટે માંડવી ગયા હતા. તે દરમિયાન તેમના બંધ મકાનમાંથી  ચોર સોનાની ત્રણ તોલા વજનની બે બંગડીઓ ચોરી ગયા હતા. પાણીગેટ પી.આઇ. એ.બી.  પટેલે તપાસ હાથ ધરતા ફરિયાદીના નજીકના સગા પૈકી એક વ્યક્તિ પર શંકા જતા તેની પૂછપરછ કરતા તેણે ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી મિથિલ કલ્યાણકુમાર પટવા (રહે. સાધના નગર, કારેલીબાગ)ની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે, આરોપીને શેર માર્કેટમાં નુકસાન જતા દેવું થઇ ગયું હતું. જેના કારણે તેણે ફુવાના ઘરે જ ધાપ મારી હતી.