જામનગરના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં એક કારખાનામાં રહેતી નેપાળી મહિલાનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

જામનગર નજીક દરેડ વિસ્તારમાં કમલ મેટલ પ્રોડક્ટ નામના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા મૂળ સુરત કતારગામના મંજુબેન પ્રેમબહાદુર સોની નામના નેપાળી મહિલાએ પોતાના રહેણાંક મકાનના પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ મામલે સૌપ્રથમ તેની સાથે રહેતા શીતલબેન વિનોદભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરતાં પંચકોષી બી. ડિવિઝનના પી.એસ.આઇ. એચ.વી. રોયલા બનાવનાર સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને નેપાળી મહિલાએ કયાં સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું, તે જાણવા માટે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.