Gujarat

અમરાઇવાડીમાં યુવતીને નીચે પાડી વાળ પકડી મારી

By GS TEAM
19 Jul 20252 mins read
અમરાઇવાડીમાં યુવતીને નીચે પાડી વાળ પકડી મારી

અમદાવાદ,શનિવાર

પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા નિર્દોષ લોકો સાથે તકરાર કરીને તેમના ઉપર હુમલા કરવાના બનાવો વધી રહ્યા છે. અમરાઇવાડીમાં યુવતી સવારે નોકરી જતી હતી ત્યારે આરોપીએ ચાલું બાઇકે દુપટ્ટો અટકાવ્યો હતો અને સાંજે ઘર પાસે જઇને યુવકને બદનામ કરવા માટે ખોટી વાતો કરતો હતો એટલું જ નહી યુવતીેએ ખોટી રીતે બદનામ કરવાની ના પાડતાં નીચે પાડીને વાળ પકડીને માર માર્યા હતો. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સવારે નોકરી જતી વખતે ચાલું બાઇકે દુપટ્ટો અટકાવ્યો ઃ સાંજે ઘરે પાસે યુવતીને બદમાન કરવા બિભત્સ વાતો કરીને  હુમલો કરીને મારી નાંખવાની ધમકી આપી

અમરાઇવાડીમાં રહેતી યુવતીએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં વસ્ત્રાલમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે યુવકના તેના મિત્ર સાથે યુવતીના પરિવારજનો સાથે અગાઉ તકરાર થઇ હતી જેની અદાવત રાખીને અવાર નવાર તકરાર કરીને હેરાન પરેશાન કરે છે. ગઇકાલે યુવતી નોકરી જઇ રહી હતી ત્યારે સવારે આરોપીએ ચાલું બાઇકે દુપટ્ટો અટકાવ્યો હતો અને સાંજે ઘર પાસે જઇને યુવકને બદનામ કરવા માટે ખોટી વાતો કરતો હતો. 

એટલું જ નહી યુવતીના ભાઇને ફોન કરીને તું જાણી જોઇને મારા બાઇક સાથે કેમ અથડાયો હતો તેમ કહીને ગાળો બોલતો હતો અને સાંજે યુવતીના ઘર પાસે જઇને યુવતી વિશે ખોટી વાતો કરતો હતો. યુવતીએ ખોટી રીતે બદનામ કરવાની ના પાડતાં નીચે પાડીને વાળ પકડીને માર મારીને યુવતી તથા તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપીને જતો રહ્યો હતો. આ ઘટના અંગે અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.