લગ્નની લાલચ આપી પાડોશી યુવકે યુવતી પર બળાત્કાર ગુજાર્યો
- સિહોર પંથકમાં બનેલાં બનાવને લઈ ચકચાર
- ઘરની બાજુમાં ભાડે રહેતા યુવકે પ્રેમસંબંધ બાંધી, લગ્નનું વચન આપી યુવતી સાથે અવાર નવાર સંબંધ બાંધ્યો
ભાવનગર : સિહોર પંથકની એક યુવતીને તેની બાજુમાં રહેતા યુવકે પ્રેમજાળમાં ફસાવી લગ્નનું વચન આપી યુવતી સાથે બળાત્કાર ગુજાર્યાની સિહોર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
સિહોર પોલીસ સૂત્રોના જણાવ્યાનુંસાર, સિહોર પંથકની એક ૨૬ વર્ષિય યુવતીને તેની બાજુના મકાનમાં ભાડેથી રહેતા ધર્મેન્દ્ર બાલાશંકર જાની નામના શખ્સ સાથે પ્રેમ થઈ ગયો હતો, શખસે યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરવાનું વચન આપી ગત તા.૦૧ઓગસ્ટ,૨૦૨૩થી તા.૨૧ જાન્યુઆરી,૨૦૨૫ના સમયગાળા દરમિયાન અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા અને બાદમાં લગ્ન નહી કરતાં આજરોજ યુવતીએ શખ્સ વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યાંની સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.