Get The App

વેપારી વૃદ્ધ પાસે પૈસાની ઉઘરાણી કરી પાડોશી પિતા-પુત્રે માર માર્યો

Updated: Oct 2nd, 2025

GS TEAM

Google News
Google News
વેપારી વૃદ્ધ પાસે પૈસાની ઉઘરાણી કરી પાડોશી પિતા-પુત્રે માર માર્યો 1 - image


કુડાસણમાં સ્થિત શ્યામ સુકુન રેસિડેન્સીમાં

નવરાત્રિ દરમિયાન માતાજીની આરતીમાં જોડાયા બાદ વૃદ્ધ તેના મિત્ર સાથે બગીચાની લોનમાં બેઠા હતાં ત્યારે હુમલો

ગાંધીનગર :  ન્યુ ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી શ્યામ સુકુન રેસીડેન્સીમાં પૈસાની ઉઘરાણી કરીને પાડોશી પિતા-પુત્રે વેપારી વૃદ્ધ પર હુમલો કરીને માર માર્યાની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ મથકમાં નોંધાઇ છે.નવરાત્રીની આરતીમાં જોડાયા બાદ મિત્ર સાથે સોસાયટીના બગીચાની લોનમાં વૃદ્ધ બેઠા હતાં. ત્યારે આરોપીઓે આવીને અમારા પૈસા આપી દે તેમ કહીને બોલાચાલી કર્યા બાદ હુમલો કર્યાના બનાવની પોલીસે તપાસ શરૃ કરી છે.

મુળ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રામકોટ ગામના વતની અને હાલ કુડાસણ રહેતા ૬૭ વષય વેપારી વૃદ્ધ કાંતીભાઇ કચરાભાઇ પટેલે આ બનાવ સંબંદમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સોસાયટીમાં જ રહેતા અને ત્યાંના શોપિંગ સેન્ટરમાં દુધ પાર્લર ચલાવતા કુલીપ પટેલ અને તેના પિતાને દર્શાવ્યા છે. તારીખ ૧લી ઓક્ટોબરની રાત્રે કાંતીભાઇ સોસાયટીમાં યોજાતા ગરબામાં માતાજીની આરતીમાં ગયા હતાં. બાદમાં તેના મિત્ર અશોકભાઇ સાથે બગીચાની લોનમાં બેઠા હતાં. દરમિયાન આરોપીઓે આવ્યા હતાં અને અમારા પૈસા આપી દે તેમ જણાવ્યુ હતું. કાંતીભાઇએ તમે મારી પાસે કોઇ પૈસા માંગતા નથી તેમ કહેતા આરોપીઓ હુમલો કરીને નીચે પછાડી દઇ ફેંટો મારવા લાગ્યા હતાં. ત્યારે અશોકભાઇએ વચ્ચે પડીને છોડાવ્યા હતાં. હોબાળો મચી જવાના પગલે આજુ બાજુમાંથી લોકો એકઠાં થઇ જતાં આરોપીઓ અમે જે કહીએ તે પૈસા આપી દેજે અને ફ્લેટ ખાલી કરીને જતો રહેજે નહીં તો ફ્લેટ ઉપરથી નીચે ફેંકીને મારીનાંખીશુ તેવી ધમકી આપીને જતા રહ્યા હતાં. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે કાંતીભાઇનાં પત્ની ઓસ્ટ્રેલિયા રહેતા દિકરાની સાથે રહે છે અને પોતે ઓસ્ટ્રેલિયા આવતા-જતાં રહે છે. તેઓ ગત તારીખ ૨૫મીએ જ પરત ફર્યા હતાં.

Tags :