Get The App

ખેડામાં પાડોશીએ જ ત્રણ બાળકી પર દુષ્કર્મ આચર્યાનો આરોપ, પોલીસે કરી ધરપકડ

Updated: Oct 14th, 2024

GS TEAM


Google News
Google News
ખેડામાં પાડોશીએ જ ત્રણ બાળકી પર દુષ્કર્મ આચર્યાનો આરોપ, પોલીસે કરી ધરપકડ 1 - image


Kheda Rape Case: રાજ્યમાં સતત દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. એક પછી કિસ્સાઓ સામે આવતાં રાજ્યભરમાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે. માંગરોળ, વડોદરાના સામૂહિક દુષ્કર્મના કેસ બાદ હવે ખેડાના માતરથી દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં પાડોશી જ હેવાન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવતાં ખેડા જિલ્લા પોલીસ અને એલસીબી સહિતની ટીમો દોડતી થઇ ગઇ છે. 

ખેડાના માતરમાં પડોશી જ હેવાન બન્યો છે. પોતાની આસપાસ રહેતી ત્રણથી ચાર બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. ફરિયાદ મુજબ આરોપી ચંદ્રકાન્ત પટેલે 3 બાળકી પર દુષ્કર્મ આચર્યું છે. જ્યારે એક બાળકીની શારિરીક છેડતી કરી હોવાનો આરોપ છે. નરાધમે બાળકી પર આચરેલા દુષ્કર્મનો વીડિયો ઉતાર્યો હોવાની પણ માહિતી મળી છે. 

આ પણ વાંચો: 'દુષ્કર્મીઓનું એન્કાઉન્ટર કરી દેવું જોઈએ....', ભાજપ ધારાસભ્ય શૈલેષ મહેતાના આ નિવેદન બાદ ભાજપ કોર્પોરેટરે કરેલી પોસ્ટ થઈ વાયરલ

પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા જિલ્લાના માતરમાં પાડોશીએ 8 થી 11 વર્ષની 3 બાળકીઓને પોતાની હવસનો શિકાર બનાવી હતી. જ્યારે અન્ય એક બાળકી સાથે શારિરીક અડપલાં કર્યા હોવાના સમાચાર ખળભળાટ મચી ગયો છે. હાલમાં મળતી માહિતી અનુસાર હેવાન પાડોશીએ બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યા બાદ વિડીયો પણ ઉતાર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ ખેડા જિલ્લા પોલીસ અને એલસીબી સહિતની ટીમ દોડતી થઇ ગઇ છે. પોલીસની ટીમે આરોપી ચંદ્રકાન્ત પટેલની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી દીધી છે. 

આ પણ વાંચો: વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસમાં ટ્વિસ્ટ, આરોપીઓની એકબીજાના માથે આરોપબાજી, પોલીસ મૂંઝવણમાં

ખેડા એસપી રાજેશ ગઢીયાનું કહેવું છે કે 'ફરીયાદ બાદ આરોપીને ઝડપી લેવાયો છે. અને તેની પૂછપરછ કરાઈ રહી છે. આરોપીએ જુદી જુદી લાલચ આપીને ચાર બાળકીઓને શિકાર બનાવી છે. પોલીસ ફોરેન્સિક અને સાયન્ટિફિક રીતે સમગ્ર મામલે તપાસ કરાવશે. 

Tags :