બાવળનું નડતું ડાળુ કાપવાની વાતે માતા-પુત્ર ઉપર પાડોશીનો હુમલો

ગાંધીનગરના જલુંદ ગામનો બનાવ
પાડોશમાં રહેતા બે ભાઇઓએ ધોકા અને દાંતી માર્યા બુમરાણ મચી જવાના પગલે હુમલાખોર ભાગી ગયાં
ગાંધીનગર : ગાંધીનગર તાલુકાના જલુંદ ગામે બનેલા બનાવમાં નડતર બની રહેલું બાવળનું ડાળુ કાપવાની વાતે બોલાચાલી થયાં બાદ માતા અને પુત્ર પર પાડોશમાં રહેતા બે ભાઇઓએ ધોકા અને દાંતીથી હુમલો કરી દીધો હતો. લોહિયાળ ઇજા થવાના કારણે સ્થળ પર બુરાણ મચી જવાથી વાસમાં રહેતા લોકો દોડી આવ્યા હતાં. જોકે આ તકે નાશી છુટેલા બન્ને ભાઇઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવતાં પેથાપુર પોલીસે તપાસ હાથ ધરી હતી.
જલુંદ ગામે ઘેલાવાસમાં રહેતા અને ખાનગી નોકરી કરતાં
પ્રવિણસિંહ વિક્રમસિંહ વાઘેલા દ્વારા હુમલાના બનાવ સંબંધે પડોશમાં રહેતા શંબુજી
વાઘેલા અને જીતેન્દ્રસિંહ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી. ઢળતી સાંજે બનેલા આ
બનાવ સંબંધે નોંધવવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યા પ્રમાણે ફરિયાદીના
પરિવારે ઘરની સામેના વાડામાં ઇંટ,
પતરાથી ઓરડી બનાવી છે. તેને અડીને કાંટાની વાડ પાછળ આરોપીઓનો વાડો આવેલો છે.
તેમાં રહેલા બાવળના ઝાડનું ડાળુ ઓરડી તરફ નમી ગયુ હોવાથી અને નડતર બનતું હોવાથી તે
કાપી નાંખવા વારંવાર કહેવા છતાં આરોપીઓ માનતા ન હતાં. આ મુદે ફરીવાર શંભુજીને
કહેતાં તે ઉશ્કેરાઇને મનફાવે તેમ ગાળો બોલવા લાગ્યો હતો. દરમિયાન તેનો ભાઇ
જીતેન્દ્રસિંહ પણ ઝગડો કરા આવી ગયો હતો. બોલાચાલીના પગલે બન્નેએ હુમલો કરી દીધો
હતો અને માતા તથા પુત્રને ધોકા અને દાંતીથી માર માર્યો હતો. જેના પગલે બન્ને
ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
હતાં. આ બનાવ બારામાં પેથાપુર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવાની સાથે કાયદેસરની
કાર્યવાહી કરવામાં આવી હતી.









