જામનગરના ગણેશવાસ વિસ્તારમાં રહેતી સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજારનાર પાડોશીની અટકાયત : જેલમાં ધકેલાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગરના ગણેશવાસ વિસ્તારમાં રહેતી એક સગીરા પર તેના પાડોશમાં જ રહેતા એક શખ્સ કે જેણે છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. ભોગ બનનારની માતાને સમગ્ર બનાવની જાણ થતાં આખરે મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, અને સગીરાની માતા દ્વારા પોતાની પુત્રી પર દુષ્કર્મ ગુજારનાર સામે ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદના અનુસંધાને પી.આઈ. એન.એ.ચાવડા અને તેઓની ટીમે આરોપી રાજુ દેવશીભાઈ ભાગવતની અટકાયત કરી લીધી છે, અને તેની સામે પોકસો તેમજ દુષ્કર્મ અંગેની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે, અને તેને જેલમાં મોકલી દેવાયો છે. સગીરાની પણ તબીબી ચકાસણી કરી લેવાયા બાદ તેણીને માતા સાથે ઘેર મોકલી દેવાઇ છે.









