Gujarat

પડોશીએ યુવકને ચાકુના ઘા મારી ખૂનનો પ્રયાસ કર્યો

By GS TEAM
12 Jul 20252 mins read
પડોશીએ યુવકને ચાકુના ઘા મારી ખૂનનો પ્રયાસ કર્યો

અમદાવાદ, શનિવાર

ખોખરામાં બે ભાઇઓ વચ્ચે ઇસ્ત્રીના કામ કરવા બાબતે તકરાર ચાલી રહી હતી. આ સમયે પડોશીએ આવીને  સમજાવવા જતા યુવકે તેને ઘરે જતા રહેવા કહ્યું હતું  થોડી વાર પછી યુવક આરોપીના ઘરે જઇને સમજાવતો હતો જેથી ઉશ્કેરાઇને મારા ઘરે કેમ આવ્યો કહીને ચાકુના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે ખોખરા પોલીસે ગુનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

ખોખરામાં સમજાવવા જતા મારા ઘરે કેમ આવ્યો કહી યુવક પર હુમલો કરતાં યુવક લોહી લુહાણ થયા પછી આરોપીએ આજે તો તને જાનથી મારી નાંખવો કહી ધમકી આપી 

ખોખરામાં વડોદરા એક્સપ્રેસ હાઇવેની બાજુમાં  યુવકે ખોખરા પોલીસ સ્ટેશનમાં દુકાન ઉપર રહેતા શખ્સ સામે  ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૧ના રોજ રાતના સમયે ફરિયાદી અને તેના વચ્ચે મોટાભાઇ ઇસ્ત્રી કામ કરવા બાબતે તકરાર થઇ હતી.

 આ સમયે તેમની દુકાનના ઉપરના માળે રહેતો આરોપી ત્યાં આવ્યો હતો અને બન્નેને તકરાર ન કરવા સમજાવતો હતો. ફરિયાદીએ તેને ઘરે જતો રહેવા કહેતા ગાળો બોલીને ઝઘડો કર્યો હતો. થોડીવાર પછી યુવક આરોપીના ઘરે તેને સમજાવવા જતા તું મારા ઘરે કેમ આવ્યો કહીને ગાળો બોલીને  ઉશ્કેરાઇને ચાકુના ઘા મારીને હત્યાનો પ્રયાસ કરીને મારી નાખવાની ધમકી આપી હતી. બુમાબુમ થતાં આસપાસના અને પરિવારજનો આવી જતા આરોપી નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત યુવકને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.