પડોશીએ બાળકી સાથે શારિરીક અડપલાં કર્યા
બાળકી ગભરાઇને સહેલીના ઘરે ગઇ પડોશી મહિલાએ ફોેન કરીને માતાને બોલાવી
યુવકે બાળકી સામે જાહેરમાં અશ્લીલ હરકતો કરી
અમદાવાદ, મંગળવાર
પૂર્વ વિસ્તારમાં જાહેરમાં છેડતીના બનાવો વધતા મહિલાઓની સુરક્ષા જોેખમાઇ રહી છે. ઘોડાસરમાં ગઇકાલે સાંજે સોસાયટીના ગ્રાઉન્ડમાં બાળકી સાયકલ ચલાવતી હતી ત્યારે પડોશી યુવકે તેને રોકીને સાયકલની ઘંટડી રીપેર કરવાનું કહીને હવસખોર શખ્સે ઉભી રાખી હતી અને બાળકીની છેડતી કરી હતી. બાળકીએ ગભરાઇને પાડોશી મહિલાના ઘરે દોડી ગઇ હતી અને પોતાની માતાને બોલાવીને હકીકત કહી હતી. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે આરોપી સામે પોક્સો કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઘોડાસરમાં સાયકલની ઘંટડી રિપેર કરી આપવાનું કહી યુવકે બાળકી સામે જાહેરમાં અશ્લીલ હરકતો કરી છેડતી કરતાં ઇસનપુર પોલીસે પોક્સો કલમ હેઠળ ગુનો નાંેધીને વધુ તપાસ હાથ ધરી
ઘોડાસર વિસ્તારમાં રહેતી મહિલાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સાંજે માતા બજારમાં ગઇ હતી અને તેમની ૯ વર્ષની બાળકી સોસાયટીમાં સાયકલ ચલાવતી હતી. ત્યારે પડોશમાં રહેતો શખ્સ તેની પાસે આવીને સાયકલની ઘંટડી રીપેર કરી આપવાનું કહીને બાળકીને ઉભી રાખીને નજીક બોલાવીને બિભત્સ પશ્નો પૂછીને હવસખોર યુવકે જાહેરંમાં અશ્લીલ હરકતો કરીને બાળકીની છેડતી કરી હતી.
ત્યારબાદ બાળકી ગભરાને તેની સહેલીના ઘરે ગઇ હતી અને પાડોશીએ સગીરાની માતાને ફોન કરીને બોલાવી હતી ત્યારે બાળકીએ સમગ્ર હકીકત જણાવી હતી. આ ઘટના અંગે બાળકીની માતાએ શખ્સ સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સોસાયટીના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.