અમદાવાદ: નહેરૂબ્રિજ, ગાંધી બ્રિજ, દધિચી બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયા
- અમદાવાદમાં લોક ડાઉનલોડ કડક અમલ
અમદાવાદ, તા. 26 એપ્રિલ 2020 રવિવાર
અમદાવાદ શહેરમાં લોક ડાઉનનો કડક અમલ કરવા માટે કોટ વિસ્તારમાં આવવા જવાના મુખ્યમાર્ગ સમાન નેહરૂ બ્રિજ, ગાંધીબ્રિજ અને દધીચી બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવાનો મોડી રાત્રે ટ્રાફિક પોલીસે નિર્ણય કર્યો છે. આ બ્રિજ બંધ થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
મોડી રાતથી ગાંધી બ્રિજ, નહેરૂ બ્રિજ, દધિચી બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા.