Gujarat

મ્યુનિસિપલ તંત્રની બેદરકારી, વેજલપુર બકેરી સિટી તરફનો રસ્તો ખોદી નંખાતા લોકો ત્રસ્ત

By GS TEAM
10 Apr 20261 min read
મ્યુનિસિપલ તંત્રની બેદરકારી, વેજલપુર બકેરી સિટી તરફનો રસ્તો ખોદી નંખાતા લોકો ત્રસ્ત

  અમદાવાદ,ગુરુવાર,9 એપ્રિલ,2026

અમદાવાદના વેજલપુર વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની બેદરકારી સામે આવી છે.બકેરી સિટી તરફ જતો રસ્તો તંત્ર દ્વારા ખોદી નાંખવામા આવતા આ રસ્તા ઉપરથી પસાર થતા લોકો અને વાહનચાલકો ત્રસ્ત બની ગયા છે. કોર્પોરેશન તરફથી પુરતુ પ્રોટેકશન પણ મુકવામા આવ્યુ નથી.

કોર્પોરેશનના અધિકારીઓ માત્ર ઓફિસમા બેસીને પ્લાનિંગ કરતા હોય છે. ફિલ્ડ ઉપર ચાલતી કામગીરી સમયે જે તે વિભાગના ઉચ્ચ અધિકારીઓ જાતે રાઉન્ડ લે તો ખબર પડે કે તેમની બેદરકારી કે અણઘડ આયોજનના કારણે સામાન્ય લોકોને કેટલી મુશ્કેલી પડતી હોય છે.બકેરી સિટી અંદર તરફના જુની એસ.બી.આઈ.બેન્કથી કલાપી માર્ગ વાળો રસ્તો ખોદી નાંખવામા આવ્યો છે.જેમા સળીયા પણ ઉપરના ભાગમા જોવા મળી રહયા છે.આસપાસની સોસાયટીમા રહેતા લોકો માટે  અવરજવર કરવા માટેનો આ મુખ્ય રસ્તો છે.