આજે નીટ : ભાવનગરના 17 કેન્દ્રો પર 5,850 છાત્ર પરીક્ષા આપશે
- ગત વર્ષ વાળા અને ચાલુ વર્ષના વિદ્યાર્થીઓ માટે
- 720 માર્કસના 180 પ્રશ્નો પૂછાશે, મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ
મળતી વિગતો મુજબ એનબીઇએમએસ દ્વારા નીટ પરીક્ષાનું વર્ષમાં એકવાર આયોજન થતું હોય છે. મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે નીટની પરીક્ષા મહત્વપૂર્ણ હોય છે. કુલ ૭૨૦ માર્કસના પ્રશ્નપત્રમાં કુલ ૧૮૦ પ્રશ્નો પૂછાતા હોય છે જેમાં ૫૦ ટકા એટલે કે ૯૦ પ્રશ્નો બાયોલોજીના અને ૨૫ ટકા એટલે ૪૫ પ્રશ્નો ફિઝીક્સના, ૨૫ ટકા ૪૫ પ્રશ્નો કેમેસ્ટ્રીના પ્રશ્નોનો સમાવેશ થાય છે. આ પરીક્ષા બપોરે ૨ થી ૫ એમ ત્રણ કલાકનો હોય છે. ચાલુ વર્ષની આ પરીક્ષા આવતીકાલે તા.૪ને રવિવારના રોજ લેવામાં આવનાર છે. જે ભાવનગરના કુલ ૧૭ કેન્દ્રો પર પસંદગી આપેલ એવા ગત વર્ષવાળઆ રી-નીટ અને ફ્રેશર મળી ૫૮૫૦ વિદ્યાર્થી માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષાની ગોપનીયતાને લઇ કડક વ્યવસ્થા ગોઠવાઇ છે અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે પરીક્ષા દરમિયાન ચોક્કસ પ્રતિબંધો ફરમાવતું જાહેરનામુ પણ પ્રસિદ્ધ કર્યું છે.