આજે નીટ : સુરેન્દ્રનગરના 5 કેન્દ્ર પર 1,334 છાત્ર પરીક્ષા આપશે
- ગત વર્ષ વાળા અને ચાલુ વર્ષના વિદ્યાર્થીઓ માટે
- 720 માર્કસના 180 પ્રશ્નો પૂછાશે, મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ
એનબીઇએમએસ દ્વારા નીટ પરીક્ષાનું વર્ષમાં એકવાર આયોજન થતું હોય છે. મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે નીટ (નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષા મહત્વપૂર્ણ હોય છે.
કુલ ૭૨૦ માર્કસના પ્રશ્નપત્રમાં કુલ ૧૮૦ પ્રશ્નો પૂછાતા હોય છે જેમાં ૫૦ ટકા એટલે કે ૯૦ પ્રશ્નો બાયોલોજીના અને ૨૫ ટકા એટલે ૪૫ પ્રશ્નો ફિઝીક્સના, ૨૫ ટકા ૪૫ પ્રશ્નો કેમેસ્ટ્રીના પ્રશ્નોનો સમાવેશ થાય છે. આ પરીક્ષા બપોરે ૨થી ૫ એમ ત્રણ કલાકનો હોય છે.
ચાલુ વર્ષની આ પરીક્ષા આવતીકાલે તા.૪ને રવિવારના રોજ લેવામાં આવનાર છે. જે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ૩ અને ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં ૨ કેન્દ્ર સહિત કુલ ૫ કેન્દ્ર પર પસંદગી આપેલ એવા ગત વર્ષવાળ આ રી-નીટ અને ફ્રેશર મળી ૧૩૩૪ વિદ્યાર્થી માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષાની ગોપનીયતાને લઇ કડક વ્યવસ્થા ગોઠવાઇ છેે. ધ્રાંગધ્રામાં કેન્દ્રીય વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ ટીસીપી ગેઈટ પરથી પ્રવેશ લેવાનો રહેશે. વાહનો ટીસીપી ગેઈટ ખાતે પાર્ક કરવાનું રહેશે.