જરૂરિયાતમંદ દિકરીઓને તેના લગ્ન પ્રસંગે મળશે નિઃશુલ્ક સાડીઓ

- ભાવનગરમાં વસ્ત્રાલય પ્રકલ્પનો પ્રારંભ
- દાતાઓ પાસેથી સાડી એકત્ર કરી લગ્ન પ્રસંગે ભેટ સ્વરૂપે વિનામુલ્યે અપાશે
દિવસે દિવસે હિન્દુ લગ્નનો ખર્ચ વધતો જાય છે અને ઘણીવાર સામાજિક પ્રવાહમાં રહેવા માટે અમુક ખર્ચ કરવો એ ફરજિયાત લાગતા હોય છે. આવામાં મધ્યમવર્ગ સૌથી વધુ પીસાતો જાય છે. આવા મધ્યમ વર્ગના પરિવારોના લગ્નનો ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થવા માટે ભાવનગરમાં ૧૭ સપ્ટેમ્બરથી પ્રધાનમંત્રીના કામથી પ્રેરણા લઈ વસ્ત્રાલય નામના પ્રકલ્પની શરૂઆત થઈ રહી છે. લગ્ન કે પ્રસંગે પહેરવા માટે લીધેલી સાડીઓ વર્ષો સુધી વપરાયા વગર પડી પડી કબાટમાં ખરાબ થતી હોય છે. વસ્ત્રાલય અંતર્ગત સંપન્ન કુટુંબની મહિલાઓ પોતાની આવી જૂની (કે નવી) સાડીઓનું દાન આપી શકશે. આ દાન એકત્ર કરવામાં આવશે અને એકત્ર થયેલી સાડીઓ જે તે દીકરીને એના લગ્ન કે સીમંત પ્રસંગે ભેટ સ્વરૂપે આપવામાં આવશે જે લગ્ન નિમિત્તનો ખર્ચ આંશિક રીતે ઓછો કરસે અને મધ્યમવર્ગના પરિવારો લગ્ન પ્રસંગે સાડીઓનો ખર્ચ બચાવી એટલી રકમ અન્ય કોઈ જગ્યાએ રોકામ કરી દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરી શકશે. તમામ મધ્યમવર્ગનાં પરિવારો માટે વસ્ત્રાલય એક સહાયક માધ્યમ બનશે. ૧૭ સપ્ટે.થી ૨ ઓકટો. દરમ્યાન મળેલ દાનનો સદઉપયોગ કરાશે.








