Gujarat

ભાવનગરમાં NDRFની ટીમોએ કર્યું 35 લોકોનું રેસ્ક્યુ : અનેક ગામોમાં અંધારપટ, અસંખ્ય માર્ગોનો વાહનવ્યવહાર ખોટકાયો

By GS TEAM
18 Jun 20251 min read
TukuTouch Logo
આજે 18 જૂનના રોજ અરવલ્લી, દાહોદ, મહીસાગર, ડાંગ, વલસાડ, દમણ તેમજ સૌરાષ્ટ્ર સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના પગલે એનડીઆરએફની 5 અને એસડીઆરએફની 20 ટીમોને મેદાનમાં ઉતારાઇ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગરમાં NDRFની ટીમોએ કર્યું 35 લોકોનું રેસ્ક્યુ : અનેક ગામોમાં અંધારપટ, અસંખ્ય માર્ગોનો વાહનવ્યવહાર ખોટકાયો

NDRF Rescue : આજે 18 જૂનના રોજ અરવલ્લી, દાહોદ, મહીસાગર, ડાંગ, વલસાડ, દમણ તેમજ સૌરાષ્ટ્ર સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના પગલે એનડીઆરએફની 5 અને એસડીઆરએફની 20 ટીમોને મેદાનમાં ઉતારાઇ છે.

ગતરોજ બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બોટાદના લાઠીદડ ગામ નજીક ઈકો કાર તણાઈ જવાને મામલે પાંચ લોકો લાપતા છે. ઇકોમાં કુલ નવ લોકો સવાર હતા. તેમજ ગઢડા તાલુકાના પીપળીયા ગામે વાડી વિસ્તારમાં ફસાયેલા અલગ અલગ જગ્યાએ બે પરીવારો ફસાયા હતા. એનડીઆરએફની ટીમ દ્વારા 18 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ભાવનગર સિહોરના ઘાંઘળી ખાતેથી પણ એનડીઆરએફની ટીમોએ 35 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. એસડીઆરએફ તથા ફાયરબ્રિગેડની ટીમો પણ સતત રેસ્ક્યુ કામગીરીમાં છે. પૂર જેવા પાણીમાં માર્ગો જળમગ્ન થઈ જતાં વાહન વ્યવહાર અને લોકોની અવર-જવર માટે અનેક નાના મોટા રસ્તાઓ બંધ થઈ ગયા હતા. મહત્વનું છે કે, વડોદરા શહેર નજીક જરોદ ખાતેથી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા ચાર ટીમો સૌરાષ્ટ્ર તરફ રવાના કરવામાં આવી છે. રાજકોટ શહેર બે ટીમો તથા ભાવનગર, કચ્છ અને બોટાદ એક એક ટીમો રવાના થઈ છે. જ્યારે અન્યને એલર્ટ રાખવામાં આવી છે.