NCC કેડેટ્સ દ્વારા જામનગરની સત્યસાંઈ સ્કુલ ખાતેથી 'ડ્રગ ફ્રી ઇન્ડિયા' રેલીનું આયોજન કરાયું

Jamnagar : ગુજરાત બટાલિયન એન.સી.સી. અને જામનગર જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે NCC કેડેટ્સ દ્વારા નશામુક્ત અભિયાન અંતર્ગત શ્રી સત્યસાંઈ સ્કુલ ખાતેથી 'ડ્રગ ફ્રી ઇન્ડિયા' રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરે રેલીનું પ્રસ્થાન કરાવી કેડેટ્સને નશામુક્ત જાગૃતિ સંદેશ ફેલાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ હાલ સત્યસાંઈ સ્કુલ ખાતે ચાલી રહેલા NCC કેડેટ્સ કેમ્પ વિષે પણ કલેકટરએ કેડેટ્સ સાથે ચર્ચા કરી હતી. આશરે 400 એનસીસી કેડેટ્સ દ્વારા સત્યસાંઈ સ્કુલથી સેવા સદન થઇ સત્યસાંઈ સ્કુલ સુધી રેલીનું આયોજન કરી, વિવિધ સ્લોગનોના માધ્યમથી ડ્રગ ફ્રી રાષ્ટ્રનો સંદેશ ફેલાવવામાં આવ્યો હતો. આ રેલીનો હેતુ યુવાનોમાં વ્યસનના દુરૂપયોગ વિશે જાગૃતિ લાવવા અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો હતો.
આ કાર્યક્રમમાં કમાન્ડિંગ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ શોભા નાયર, એડમિરલ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ સચિન કૌશલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.જે.શિયાર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એચ.એમ.રામાણી સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

