Get The App

સીમાડા ચેક પોસ્ટ પાસેથી 565 ગ્રામ અફીણ સાથે નવસારીનો યુવાન ઝડપાયો

મેઘદૂત સોસાયટીમાં મહાકાળી હેર આર્ટના નામે સલૂન ચલાવતો મૂળ રાજસ્થાન બાલોત્રાનો 47 વર્ષીય જેશારામ નાઈ જાતે અફીણનો નશેડી

બાડમેરના રમેશ રામ પાસેથી લઈને આવતો હતો ત્યારે પોલીસે ઝડપી લીધો

Updated: Jun 13th, 2025

GS TEAM


Google News
Google News
સીમાડા ચેક પોસ્ટ પાસેથી 565 ગ્રામ અફીણ સાથે નવસારીનો યુવાન ઝડપાયો 1 - image



- મેઘદૂત સોસાયટીમાં મહાકાળી હેર આર્ટના નામે સલૂન ચલાવતો મૂળ રાજસ્થાન બાલોત્રાનો 47 વર્ષીય જેશારામ નાઈ જાતે અફીણનો નશેડી 


- બાડમેરના રમેશ રામ પાસેથી લઈને આવતો હતો ત્યારે પોલીસે ઝડપી લીધો 


સુરત, : સુરતની સીમાડા ચેક પોસ્ટ પાસેથી સારોલી પોલીસે ગત બપોરે નવસારી બારડોલી રોડ મેઘદૂત સોસાયટીમાં મહાકાળી હેર આર્ટના નામે સલૂન ચલાવતા મૂળ રાજસ્થાનના યુવાનને 565 ગ્રામ અફીણ સાથે ઝડપી પાડી કુલ રૂ.1.79 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.જાતે નશો કરવા માટે યુવાન બાડમેરના એક વ્યક્તિ પાસેથી અફીણ લઈને આવતો હતો ત્યારે પોલીસે તેને ઝડપી લીધો હતો.


પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સારોલી પોલીસે મળેલી બાતમીના આધારે ગત બપોરે સીમાડા ચેક પોસ્ટ આગળ વલથાણ પુણા કેનાલ રોડ મૈત્રાના ગોડાઉન પાસેથી જેશારામ માંગીલાલ નાઇ ( ઉ.વ.47, રહે.પ્રભાકુંજ સોસાયટી, મેઘદુત સોસાયટીની બાજુમાં, બારડોલી રોડ, નસીલપોર જીઆઇડીસી, નવસારી. મૂળ રહે.સિણલી જાગીર, વીદો કા વાસ, તા.પચભદ્રા, જી.બાલોત્રા, રાજસ્થાન ) ને રૂ.1,69,500 ની મત્તાના 565 ગ્રામ અફીણ સાથે ઝડપી લીધો હતો.નવસારીમાં બારડોલી રોડ મેઘદૂત સોસાયટીમાં મહાકાળી હેર આર્ટના નામે સલૂન ચલાવતો જેશારામ નાઈ જાતે અફીણનો નશો કરે છે.તે જયારે વતન જાય ત્યારે અફીણ સાથે લાવે છે.જોકે, પોલીસને તેની બાતમી મળતા તેને ઝડપી લીધો હતો.


સીમાડા ચેક પોસ્ટ પાસેથી 565 ગ્રામ અફીણ સાથે નવસારીનો યુવાન ઝડપાયો 2 - image


પોલીસે તેની પાસેથી અફીણ અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂ.1,79,500 નો મુદ્દામાલ કબજે કરી વધુ પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે અફીણનો જથ્થો બાડમેર દોલીકલનના ડોલીકલા ગોદારો કી ધાની ખાતે રહેતા રમેશ ફગલુ રામ પાસેથી લાવ્યો હતો.સારોલી પોલીસે આ અંગે ગુનો નોંધી રમેશ રામને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.વધુ તપાસ પુણા પોલીસ મથકના પીઆઈ જે.જે હળવદીયા કરી રહ્યા છે.

Tags :