નવસારીનો વિચિત્ર કિસ્સો: સમલૈંગિક સંબંધમાં પુરૂષ મિત્રએ સાથ છોડતાં જીવન ટૂંકાવવાનો પ્રયાસ
Navsari News: ગુજરાતના નવસારીમાં પ્રેમ પ્રકરણના કારણે આપઘાત કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં સમલૈંગિક સંબંધમાં પુરુષ મિત્રએ અચાનક વાત બંધ કરી દેતાં શખસે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ, યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
શું હતી ઘટના?
નવસારીના ગણદેવી વિસ્તારમાં અશોકભાઈ ( નામ બદલેલું છે ) નામના યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. 30 વર્ષીય અશોકભાઈ છેલ્લાં 7 વર્ષથી પોતાના પુરૂષ મિત્ર સાથે પ્રેમ સંબંધમાં હતાં. જોકે, કોઈ કારણોસર મિત્રએ અચાનક વાત કરવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ તે મિત્રને મળવા તેના ઘરે પહોંચ્યો હતો પરંતુ, મિત્ર ઘરની બહાર ન આવતા અશોક રોષે ભરાયો અને ઘરે જતો રહ્યો. મિત્ર સાથે સંપર્ક ન સાધી શકાતા અશોક ડિપ્રેશનમાં આવી ગયો અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચોઃ સુરતમાં શર્મસાર કરતી ઘટનાઃ 7 વર્ષની બાળકીને નિર્વસ્ત્ર કરી નરાધમે કર્યાં શારીરિક અડપલા
આ મામલે પરિવારને જાણ થતાં અશોકની માતા અને સંબંધીઓ દ્વારા તેના તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, હાલ તેની તબિયતમાં સુધારો છે. હાલ આ મામલે નવસારી ગ્રામ્ય પોલીસ દ્વારા જાણવા જોગ નોંધ લખવામાં આવી છે.
(નોંધઃ અહેવાલમાં વ્યક્તિની ઓળખ છુપાવવા નામ બદલેલું છે.)