Get The App

નવરાત્રિ પહેલાં ખેલૈયાઓ માટે રાહતના સમાચાર, આગામી સપ્તાહથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

Updated: Sep 12th, 2025

GS TEAM

Google News
Google News
નવરાત્રિ પહેલાં ખેલૈયાઓ માટે રાહતના સમાચાર, આગામી સપ્તાહથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા 1 - image
AI IMAGE

Navratri 2025: નવરાત્રિનું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે ત્યારે ખેલૈયાઓ માટે આનંદના સમાચાર છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સપ્તાહથી ગુજરાતમાંથી ચોમાસું તબક્કાવાર વિદાય લેવાનું શરુ કરી શકે છે. 

આગામી 14થી 16 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મઘ્યમ વરસાદ પડવાની સંભાવના

હાલ ન્યુટ્રલ અલનીનોની સ્થિતિ છે અને તેનાથી વિપરિત લા નીનાની પરિસ્થિતિ ચોમાસા પછી સર્જાવાની શક્યતા છે. હાલ ન્યુટ્રલ આઇઓડી(ભારતીય સમુદ્ર દ્વિધ્રુવ)ની સ્થિતિ કે જે ચોમાસા સહિત હવામાનને વ્યાપક અસર કરે છે તે પણ ન્યુટ્રલ છે, પરંતુ ચોમાસાના અંતે નબળી નકારાત્મક સ્થિતિની શક્યતા છે. જે સ્થિતિમાં એક સપ્તાહ પછી ગુજરાતમાં ચોમાસાની વિદાયનો પ્રારંભ થઈ શકે છે. એટલે કે નોર્મલ તારીખ 25 સપ્ટેમ્બર પહેલા ચોમાસુ વિદાય લે તેવી સંભાવના છે.  

આજે ભારતીય મૌસમ વિજ્ઞાન વિભાગ દ્વારા આગામી પખવાડિયાના જારી કરાયેલા પૂર્વાનુમાન મૂજબ એક સપ્તાહના અંતે (17 સપ્ટેમ્બર સુધીમાં) દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાંથી નૈૠત્યનું ચોમાસુ પરત ખેંચાય તેવા સાનુકૂળ સંજોગો સર્જાવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરુઆત કચ્છથી થાય છે, છેલ્લે દક્ષિણ ગુજરાતથી વિદાય લે છે.