Get The App

22 સપ્ટેમ્બરથી નવરાત્રિ, જાણો ઘટ સ્થાપન-ઉત્થાપન અને દશેરાના શુભ મુહૂર્ત

Updated: Sep 16th, 2025

GS TEAM

Google News
Google News
22 સપ્ટેમ્બરથી નવરાત્રિ, જાણો ઘટ સ્થાપન-ઉત્થાપન અને દશેરાના શુભ મુહૂર્ત 1 - image


Navratri 2025 : આ વર્ષે શક્તિની આરાધનાનો પાવન પર્વ નવરાત્રિ 22 સપ્ટેમ્બર, સોમવારથી શરૂ થઈ રહ્યો છે. નવ દિવસ સુધી ચાલનારો આ ઉત્સવ 01 ઓક્ટોબર, બુધવારે સમાપ્ત થશે. આ દરમિયાન ઘટ સ્થાપન અને વિજયા દશમીના શુભ મુહૂર્ત વિશે જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા દ્વારા માહિતી આપવામાં આવી છે.

નવરાત્રિ અને ઘટ સ્થાપન: શુભ મુહૂર્ત

22 સપ્ટેમ્બરથી નવરાત્રિ, જાણો ઘટ સ્થાપન-ઉત્થાપન અને દશેરાના શુભ મુહૂર્ત 2 - image

જ્યોતિષાચાર્યએ મત્સ્ય પુરાણનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે, રાત્રિ દરમિયાન ઘટ સ્થાપન ન કરવું જોઈએ. 

ઘટ ઉત્પથાન અને દશેરા: શુભ સમય

નવરાત્રિનું સમાપન 02 ઓક્ટોબર, ગુરુવાર, આસો વદ 10 ના રોજ થશે. દેવી તંત્ર અને કાલી વિલાસ તંત્ર ગ્રંથ મુજબ, શ્રવણ નક્ષત્રમાં ઘટ ઉત્પથાન કરવું હિતાવહ છે.

ઘટ ઉત્થાપન: સવારે 11:05 થી 12:05 સુધી.

22 સપ્ટેમ્બરથી નવરાત્રિ, જાણો ઘટ સ્થાપન-ઉત્થાપન અને દશેરાના શુભ મુહૂર્ત 3 - image

દશેરા એટલે કે વિજયા દશમીનો પર્વ 02 ઓક્ટોબર, ગુરુવારના રોજ ઉજવાશે. આ દિવસે શસ્ત્ર પૂજન અને શુભ ખરીદી માટેના શુભ સમય નીચે મુજબ છે:

શુભ સમય: સવારે 06:30 થી 08:05 અને 11:00 થી 12:45.

વિજય મુહૂર્ત: બપોરે 14:30 થી 15:10 સુધી.

શુભ સમય: બપોરે 14:00 થી 15:30 અને સાંજે 17:00 થી 21:30 સુધી.

જ્યોતિષાચાર્યએ ઉમેર્યું કે, ધાર્મિક વિધિઓ અને પૂજા માટે પરંપરા અને સ્થાનિક માર્ગદર્શનનું પાલન કરવું હંમેશા હિતાવહ છે.

Tags :