Get The App

Navratri 2022: નવરાત્રીના ચોથા દિવસે કરો માતા કુષ્માંડાની પૂજા, જાણો સમગ્ર વિધિ વિધાન

Updated: Sep 29th, 2022

GS TEAM

Google News
Google News
Navratri 2022: નવરાત્રીના ચોથા દિવસે કરો માતા કુષ્માંડાની પૂજા, જાણો સમગ્ર વિધિ વિધાન 1 - image

- માતા કુષ્માંડાની ઉપાસના કરવાથી ભક્તોના તમામ રોગો અને દુ:ખનો નાશ થાય છે

અમદાવાદ, તા. 29 સપ્ટેમ્બર 2022, ગુરૂવાર

આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ છે. ત્યારે માતા દુર્ગાના ચોથા સ્વરૂપ માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. માતા કુષ્માંડાને આ સૃષ્ટિની સર્જક કહેવામાં આવે છે. તેમની સાત ભુજાઓ છે જેમાં અનુક્રમે કમંડલ, ધનુષ્ય, બાણ, કમળનું ફૂલ, કલશ, ચક્ર અને ગદા છે. બીજી તરફ તેમના આઠમા હાથમાં એવી માળા છે જે બધી સિદ્ધિઓ અને નવા ભંડોળ આપે છે. એવું માનવામાં આવે છે કે, જે લોકો સંતાન ઈચ્છે છે તેમણે મા કુષ્માંડાની પૂજા કરવી જોઈએ. માતા કુષ્માંડાની ઉપાસના કરવાથી ભક્તોના તમામ રોગો અને દુ:ખનો નાશ થાય છે. ચાલો જાણીએ નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા, મંત્ર, વિધિ, ઉપભોગ અને આરતી.

માતા કુષ્માંડાની પૂજા વિધિ

માન્યતા પ્રમાણે માતાને નારંગી રંગ ખૂબ જ પ્રિય છે. તેથી માતા કુષ્માંડાની પૂજા નારંગી રંગના કપડા પહેરીને કરવી જોઈએ. માતા કુષ્માંડાની પૂજામાં તેમને લવિંગ, એલચી, વરિયાળી, કુમ્હડા એટલેકે પેઠા અર્પિત કરવું. આ સાથે માતાને કુમકુમ, મોલી, અક્ષત અર્પણ કરવા. માતાને એલજી અર્પણ કરતી વખતે ઓમ બું બંધાય નમ: મંત્રનો જાપ કરવો. એવું માનવામાં આવે છે કે, આ દિવસે બુધના મંત્રનો જાપ કરવાથી બુધ દેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ઓમ કુષ્માંડાયૈ નમ: આ મંત્રનો પણ 108 વાર જાપ કરવો. આ સાથે જ સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવો. અંતમાં માતાની આરતી કરી પ્રસાદ વહેંચવો. 

માતા કુષ્માંડાનો ભોગ

મા કુષ્માંડાની પૂજામાં તેમને માલપુઆનો ભોગ ચઢાવવામાં આવે છે. એવું કહેવાય છે કે, નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાને માલપુઆનો ભોગ ચઢાવવાથી બુદ્ધિનો વિકાસ થાય છે. તેની સાથે જ નિર્ણય લેવાની ક્ષમતા પણ વિકસિત થાય છે. માતા કુષ્માંડાની પૂજા કરવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે. આ સાથે જ ધન સંબંધિત સમસ્યા પણ સમાપ્ત થાય છે.

કુષ્માંડા માતાની પૂજામાં રંગ

કુષ્માંડા માતાની પૂજામાં ભક્તોએ પીળા રંગનો વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ. આ દિવસે માતાને પીળા રંગના ફૂલ, વસ્ત્રો અને શ્રૃંગારની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. આ સાથે જ માતાને પીળા રંગની મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ.

Navratri 2022: નવરાત્રીના ચોથા દિવસે કરો માતા કુષ્માંડાની પૂજા, જાણો સમગ્ર વિધિ વિધાન 2 - image

માતા કુષ્માંડા મંત્ર

યા દેવી સર્વભૂતેષુ માં કૂષ્માંડા રૂપેણ સંસ્થિતા

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:


વન્દે વાંછિત કામર્થેચન્દ્રાર્ધકૃશેખરામ

સિંહરુઢાઅષ્ટભુજા કુષ્માળ્ડાયશસ્વનીમ


સુરાસમ્પૂર્ણકલશં રુધિરાપ્લુતમેવ ચ

દધાના હસ્તપદ્માભ્યાં કુષ્માળ્ડા શુભદાસ્તુ મે 


વન્દે વાંછિત કામર્થે ચન્દ્રાર્ધકૃત શેખરામ

સિંહરુઢા અષ્ટભૂજા કુષ્માળ્ડા યશસ્વીનમ 


દુર્ગતિનાશિની ત્વંહિ દારિદ્રાદિ વિનાશીનમ 

જયંદા ધનંદા કુષ્માળ્ડે પ્રળામામ્યહમ


જગન્માતા જગતકત્રી જગદધાર રુપણીમ 

ચરાચરેશ્વરી કુષ્માળ્ડે પ્રણમામ્યહમ્

માતાની આરતી

ચોથા જબ નવરાત્ર હો, કુષ્માંડા કો ધ્યાતે

જિસને રચા બ્રહ્માંડ યહ, પૂજન હૈ ઉનકા


આદ્ય શક્તિ કહતે જિન્હે, અષ્ટભુજી હૈ રૂપ

ઈસ શક્તિ કે તે જ સે કહીં છાંવ કહીં ધૂપ


કુમ્હડ કી બલિ કરતી હૈ તાંત્રિક સે સ્વીકાર

પેઠે સે ભી રીઝતી સાત્વિક કરે સ્વીકાર 


ક્રોધિત જબ હો જાયે યહ ઉલ્ટા કરે વ્યવહાર

ઉસકો રખતી દૂર માં, પીડા દેતી અપાર

સૂર્યચંદ્ર કી રોશની યહ જગ મે ફેલાયે 

શરણાગત કી મૈ આયા તૂ હી રાહ દિખાયે


નવરાત્રોં કી માં કૃપા કર દો માં 

નવરાત્રો કી માં કૃપા કરદો માં


જય માં કુષ્માંડા મૈયા

જય માં કુષ્માંડા મૈયા