Get The App

ઓમ નમો અરિહંતાણં...નવકાર મહામંત્ર દિવસે 108 દેશોમાં એક સાથે થયેલા જાપમાં વડોદરા જોડાયું

Updated: Apr 9th, 2025

GS TEAM


Google News
Google News
ઓમ નમો અરિહંતાણં...નવકાર મહામંત્ર દિવસે 108 દેશોમાં એક સાથે થયેલા જાપમાં વડોદરા જોડાયું 1 - image


Navkar Mahamantra Divas : અહિંસા અને માનવ કલ્યાણ માટેના નવકાર મહામંત્ર દિવસની આજે વિશ્વભરમાં થયેલી ઉજવણીમાં વડોદરા પણ સામેલ થયું હતું.

9 એપ્રિલના રોજ નવકાર મહામંત્ર દિવસની ઉજવણી કરવામાં આવતી હોવાથી વિશ્વભરમાં એક સાથે 108 જેટલા દેશોમાં સવારે 8 ના ટકોરે નવકાર મહામંત્રનો ઉદઘોષ કરવામાં આવ્યો હતો. 

જે કાર્યક્રમમાં વડોદરા પણ સામેલ થયું હતું અને નવલખી મેદાન ખાતે તમામ ફિરકાના 15,000 થી વધુ જૈન શ્રાવક-શ્રાવિકાઓ, સાધુ ભગવંતો તેમજ જૈન શ્રેષ્ઠિઓ ઉપરાંત અન્ય લોકો પણ ઉમળકાભેર જોડાયા હતા. આ કાર્યક્રમનું લાઈવ ટેલીકાસ્ટ પણ કરવામાં આવ્યું હતું. 

એક સાથે 108 વખત ઓમ નમો અરિહંતાણમ.. ના નવકાર મંત્રના જાપથી વાતાવરણ અત્યંત પવિત્ર થઈ ગયું હતું અને સાધકોએ માનસિક શાંતિ અનુભવી હતી.

Tags :