Get The App

દેશવ્યાપી સાયબર ફ્રોડના રૂ।. 1500 કરોડથી વધુના વ્યવહારોનો પર્દાફાશ

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
દેશવ્યાપી સાયબર ફ્રોડના રૂ।. 1500 કરોડથી વધુના વ્યવહારોનો પર્દાફાશ 1 - image

રાજકોટ LCB, સાયબર ક્રાઈમ પોલીસનું ઓપરેશન મ્યુલ હન્ટ  : મનીષ કમાણી, જય નાંદપરા, યાજ્ઞિાક ઝાલાવડીયા એ 3 શખ્સોના ખાતામાં 1400 કરોડના શંકાસ્પદ વ્યવહારા : ગોંડલ યાર્ડના જ્યોત ટ્રેડીંગના પડધરી મોવીયાના યશ બેન્કના એક જ  ખાતામાં 200 કરોડના શંકાસ્પદ વ્યવહારો, વધુ 1સહિત 15 ઝડપાયા

રાજકોટ, : દેશના સાયબર ગુંડાઓ ગરીબ અને લોભમાં આવતા શખ્સોના બેન્ક ખાતા સાયબર ક્રાઈમની રકમ મેળવવા ઉપયોગ કરતા હોય છે જેને મ્યુલ એકાઉન્ટ કહે છે. રાજકોટ એલ.સી.બી. અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સૂત્રોએ આજે સાંજે જારી કરેલી વિગત મૂજબ આરોપીઓએ અલગ અલગ સમયે ભોગ બનનાર પાસેથી  સાયબર ફ્રોડથી રૂ।.૧૫૦૦ કરોડથી વધુ રકમ મેળવી તેનું રોકડમાં રૂપાંતર કરી હેરફેર કર્યાનું ખુલ્યું છે જેમાં 16 આરોપીઓની ધરપકડ કરાઈ છે જેમાં 15 હાલ કોર્ટ કસ્ટડીમાં છે. 

વિગત એવી છે કે નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની સૂચનાથી સાયબર ક્રાઈમ પી.આઈ. રવિ જે.ગોધમ સહિત પોલીસ સ્ટાફે પૂર્વ માહિતીના આધારે રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં શંકાસ્પદ બેન્ક ખાતા અંગે તપાસ કરતા ગોંડલ માર્કેટ યાર્ડના મે.જ્યોત ટ્રેડીંગ કંપનીના પડધરી મોવીયા યશ બેન્કમાં આવેલા ખાતામાં તપાસ કરતા આ ખાતામાંથી રૂ।.૨૦૦ કરોડની શંકાસ્પદ લેવડદેવડ મળી આવી હતી જે અન્વયે પડધરી પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી 15 આરોપીઓની ધરપકડ કરાઈ જેમાં મનીષ ખોડીદાસ ચોલેરાની બે દિવસ પહેલા ધરપકડ કરીને તેને તા.૬ સુધી રિમાન્ડ પર લેવાયેલ છે, બાકીના જેલહવાલે છે. 

આ અંગે તપાસમાં એવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે આરોપીઓએ રૂ।. 1500 કરોડથી વધુ રકમના સાયબર ફ્રોડના નાણાંનું રોકડમાં રૂપાંતર કરીને હેરફેર કરી છે. જેમાં સાયબર ફ્રૌડ ઉપરાંત સાયબર ગેમીંગ, જીએસટી ઈન્પુટ કૌભાંડ સહિતના નાણાં પણ હોય શકે છે. આરોપીઓ પૈકી મનીષ કમાણી (ભવ્યા એન્ટરપ્રાઈઝ અલ્ટ્રાસ્પ્રાઈઝ પ્રા.લિ.)ના 4 ખાતામાં રૂ।. 539 કરોડ, જય નાંદપરા (સોમ ટ્રેડીંગ જ્યોત એન્ટર.વગેરે)ના 2 ખાતામાં રૂ।. 383 કરોડ, નાસી છૂટેલા અને પકડવાના બાકી લાલો ઉર્ફે યાજ્ઞિાક ઝાલાવડીયા (મા આશાપુરા અને એસ.બી. એન્ટરપ્રાઈઝ)ના 2 ખાતામાં અંદાજે રૂ।. 493 કરોડ એમ માત્ર 3 શખ્સોના ખાતામાં જ રૂ।. 1433 કરોડ જેવી રકમના ગેરકાયદે સાયબર ફ્રૌડના વ્યવહારો મળી આવ્યા છે. 

ઉપરાંત બે દિવસ પહેલા પકડાયેલા મનીષ ચોલેરાના શિવ કોર્પોરેશન, હનુમંત ટ્રેડીંગ, વ્રજ એન્ટરપ્રાઈઝ, સંકલ્પ ટ્રેડર્સ, ક્વોલિટી એગ્રી, વલ્લભ ટ્રેડર્સ, રાધારમણ એન્ટરપ્રાઈઝ વગેરે 7 ખાતામાંથી 80 કરોડના સાયબર ફ્રૌડ તથા ઈન્પુટ ટેક્ષ ક્રેડિટ કૌભાંડની હેરફેર સાવરકુંડલા, લાઠી, ખાંભા યાર્ડ ખાતેની પેઢીઓના ખાતામાં થયાનું ખુલ્યું છે.  ગુજરાત તથા અન્ય રાજ્યોના નાગરિકો પાસેથી સાયબર ફ્રોડથી મેળવેલા આ નાણાં અંગે રૂ।. 26 કરોડથી વધુ રકમની ફરિયાદો થઈ છે પરંતુ, ફરિયાદ નહીં કરનાર અસંખ્ય નાગરિકોના નાણાંની લેવડદેવડ મળી આવી છે. .