Get The App

કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રાષ્ટ્રીય પદયાત્રાનો આરંભ

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રાષ્ટ્રીય પદયાત્રાનો આરંભ 1 - image

- સરદાર પટેલની 150 મી જન્મજયંતિની ઊજવણીના ભાગરૂપે

- સરદાર સાહેબનાં નવા સ્ટેચ્યુનું અનાવરણ, પદયાત્રા 6 ડિસેમ્બરે એકતાનગર પહોંચશે

આણંદ : સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઊજવણીના ભાગરૂપે બુધવારના રોજ કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રાષ્ટ્રીય પદયાત્રને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પદયાત્રા ૦૬ ડિસેમ્બરના રોજ એકતાનગર ખાતે પહોંચશે. 

બુધવારથી કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રાષ્ટ્રીય પદયાત્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પદયાત્રા વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે તા. ૦૬ ડિસેમ્બરે પહોંચશે. જેમાં ૧૫૦ કાયમી પદયાત્રીઓ સાથે આણંદ ઉપરાંત વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થશે. આ ક્રાર્યક્રમ પૂર્વે મહાનુભાવોએ આ કાર્યક્રમ પૂર્વે સરદાર પટેલના નિવાસસ્થાનની મુલાકાત લઈને સ્મરણાંજલિ અર્પણ કરી હતી. શાસ્ત્રી મેદાન ખાતે આયોજિત કાર્યક્રમના પ્રારંભે રાજ્યના મુખ્યમંત્રીએ સરદાર પટેલના જીવન-કવન દર્શાવતું ગીત લોન્ચ કર્યું હતું અને 'માય ભારત' દ્વારા નિમત સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીના અવસરે યોજાયેલી એકતા પદયાત્રાની ટૂંકી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય પદયાત્રામાં ૧૫૦ કાયમી પદયાત્રીઓ સાથે પેરા બેડમિન્ટન ખેલાડી માનસી  જોશી, સહિત આણંદ, વડોદરા અને નર્મદા જિલ્લાના પદયાત્રીઓ પણ જોડાયા હતા.