Gujarat
માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઈ
By GS TEAM
29 Aug 20251 min read

ભારત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને વડોદરા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા 'નેશનલ સ્પોર્ટ્સ ડે'ની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન, ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૨૦૨૫ માટેના ઓનલાઈન રજીસ્ટ્રેશનની પણ શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ અવસરે હોકી પ્રદર્શન મેચ અને એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ૧૦૦૦થી વધુ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રકારના કાર્યક્રમો રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન આપવા અને યુવાનોમાં ખેલદિલીની ભાવના કેળવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.આ પ્રસંગે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ, વડોદરા જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ, જિલ્લા યુવા વિકાસ અધિકારી કેતુલ મહેરીયા, ગુજરાત ઓલિમ્પિક એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી અને ગુજરાત એથ્લેટિક એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ લક્ષ્મણ કરંજગાવકર, અને એથ્લેટિક્સ કોચ સાજીદ મંસૂરી સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ મહાનુભાવોએ મેજર ધ્યાનચંદજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.









