રાષ્ટ્રીય રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન
ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનને મેગા ઇવેન્ટ ફાળવી હતી, જે ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાને ફાળવવામાં આવી હતી, જેના કારણે વડોદરા પહેલી યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2025નું આયોજન કરશે, આ ઇવેન્ટ 8 થી 15 ઓગસ્ટ સુધી સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે. ટુર્નામેન્ટમાં મેન્સ અને વિમેન્સ અંડર -11, 13, 15, 17, 19ની ઇવેન્ટ્સ યોજાશે. વર્ષ 2023માં આયોજિત નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપમાં 2200 એન્ટ્રીઓ આવી હતી. જેમાં ગુજરાતના સ્ટાર પેડલર હરમીત દેસાઈએ મેન્સનો ખિતાબ જીત્યો હતો.