સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી રાષ્ટ્રીય રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ
ચેમ્પિયનશિપમાં રાષ્ટ્રીય પેડલર્સ સાથે 2600થી વધુ એન્ટ્રીઓ આવી
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તા.8થી 15 ઓગસ્ટ દરમ્યાન સીઝનની પ્રથમ નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ -2025 યોજાશે.
ચેમ્પિયનશિપમાં કુલ ૧૨ ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે. પુરુષો અને મહિલા સિંગલ્સ, અંડર-૧૧, અંડર-૧૩, અંડર-૧૫, અંડર-૧૭ અને અંડર-૧૯ મેન્સ અને વિમેન્સની સિંગલ્સ ઇવેન્ટ્સ ચેમ્પિયનશિપ માટે લગભગ ૨૪થી ૨૮ ટેબલનો ઉપયોગ કરવામાં આવશે. મેન્સમાં ટોચના તમામ ખેલાડીઓ, સ્થાનિક ખેલાડી માનુષ શાહ, અંકુર ભટ્ટાચાર્ય, માનવ ઠક્કર, જી. સથિયાન, પાયસ જૈન, આકાશ પાલ, એસએફઆર સ્નેહિત અને દિવ્યાંશ શ્રીવાસ્ત ટોચના 8ક્રમે રેન્કિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. જ્યારે વિમેન્સમાં શ્રીજા અક્કુલા સિવાય ટોચના 8 ક્રમે રહેલી તમામ ખેલાડીઓ આ બરોડા નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. તેમજ દિયા પરાગ ચિતાલે , યશસ્વિની ઘોરપડે, સ્વસ્તિક ઘોષ, સુતીર્થા મુખર્જી, તનીશા કોટેચા, રીથ રિષ્યા અને દાસ સિંડ્રેલા ક્રમે છે. સ્પર્ધામાં રોકડ રકમ , ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્રો સાથે રૂ.૧૦ લાખ સુધીના પુરસ્કાર વિજેતાઓને એનાયત કરાશે .