Get The App

આજે ભારતીય જ્ઞાન પરંપરા વિષયક રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાશે

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
આજે ભારતીય જ્ઞાન પરંપરા વિષયક રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાશે 1 - image

સરદાર પટેલ એજયુકેશનલ ઈન્સ્ટીટયુટ દ્વારા આયોજન

દેશભરના અધ્યાપકો, સંશોધન વિદ્વાનો અને રિસર્ચ સ્કોલર્સ દ્વારા સંશોધન પેપર્સ રજુ કરાશે

ભાવનગર - આધુનિક વૈશ્વિક પડકારો સામે ભારતીય જ્ઞાાન પરંપરાની પ્રાસંગિકતા અને ઉપયોગિતાને ઉજાગર કરવાના હેતુથી સરદાર પટેલ એજયુકેશનલ ઈન્સ્ટીટયુટ દ્વારા આવતીકાલ તા.૧૯ રવિવારે ભારતીય જ્ઞાાન પરંપરા વિષયક રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાશે.

જ્ઞાાન અધ્યયન પરંપરા ટ્રસ્ટ, ભારત સાથેના સંયુકત ઉપક્રમે સરદાર પટેલ એજયુ.ઈન્સ્ટીટયુટમાં યોજાનાર આ કાર્યક્રમમાં દેશભરના અધ્યાપકો, સંશોધન વિદ્વાનો તથા રિસર્ચ સ્કોલર્સ ભાગ લઈને તેમના સંશોધન પેપર્સ રજુ કરશે. પેપર પ્રેઝન્ટેશન માટે ઓફલાઈન તેમજ ઓનલાઈન બંને માધ્યમોની સુવિધા ઉપલબ્ધ રહેશે. આ કોન્ફરન્સમાં કિ નોટ સ્પીકર તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય બૌધ્ધિક પ્રમુખ સુનિલભાઈ મહેતા ઉદબોધન કરશે. એમ.કે.ભાવનગર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.ડો.ભરતભાઈ રામાનુજનના મુખ્ય અતિથિ તરીકે યોજાનાર આ કોન્ફરન્સમાં  અલગ અલગ ૭ વિષય પર નિષ્ણાંતો દ્વારા પ્લેનરી વ્યાખ્યાનો રજુ કરવામાં આવશે. સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ડો. ચિન્મય શાહ તથા વિશિષ્ટ અતિથિ તરીકે ડો.ભાવેશભાઈ જાની પ્રેરક ઉદબોધન કરશે.