પનાસ રોડ પર મ્યુનિ.ની કચરા ગાડીએ અડફટે લેતા નેશનલ એથ્લીટ યુવતીનું મોત
- કે.પી.કોમર્સમાં સેકન્ડ યરની વિદ્યાર્થિની ૧૯ વર્ષીય વિધી કદમ જીમમાં ટ્રેનીંગ માટે ઘરેથી નીકળ્યાના થોડા અંતરે જીવલેણ અકસ્માત
સુરત, :
સુરતનાં પનાસ
વિસ્તારમાં આજે વહેલી સવારે મોપેડ પર જીમમાં જઈ રહેલી રાષ્ટ્રીય કક્ષાની એથલેટિક્સ
૧૯ વર્ષીય યુવતીને ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કચરા ટેમ્પાએ ટક્કર મારતાં
ગંભીર ઇજા થતા તેનું કરૃણ મોત નીંપજયું હતું.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ મુળ મહારાષ્ટ્રના રાયગઢ ખાતેના વતની અને હાલમાં પનાસગામમાં રહેતા સંતોષભાઈ કદમની ૧૯ વર્ષીય પુત્રી વિધિ આજે શનિવારે સવારે રાબેતા મુજબ મોપેડ પર ભટાર રોડ પર આવેલા જીમમાં ટ્રેનિંગ માટે જવા નીકળી હતી. તે સમયે પનાસ ગામના સર્વિસ રોડ પર બેફામ દોડી રહેલો ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કચરા થ્રી વ્હિલ ટેમ્પના ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું ટેમ્પો ચાલકને ઘેરી લેવાયો હતો. દરમિયાન વિધીને ગંભીર ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં ટુંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. જેને પગલે પરિવારના માથે આભ તૂટી પડયું છે.
વિધી અઠવા લાઇન્સ વિસ્તારની કે.પી કોર્મસ કોલેજમાં બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તે રાષ્ટ્રીય સ્તરની એથ્લીટ હતી. નેશનલ સ્પાર્ટસ ડેના બીજા દિવસે આશાસ્પદ ખેલાડીના મૃત્યુને પગલે સુરતના રમત ગમત ક્ષેત્રે ગમગીની છવાઇ ગઇ હતી. વિધીનો એક ભાઇ છે. પિતા વતનમાં સિલાઇ કામ કરે છે. ખટોદરા પોલીસે ૨૧ વર્ષીય ટેમ્પો ટેમ્પો ચાલક ગીરીશ લક્ષ્મણ અડ (રહે.ભટાર ડિસ્પોઝલ પ્લાન્ટના પાર્કિંગમાં, મૂળ રાજસ્થાન)ની ધરપકડ કરી વધુ તપાસ હાથ છે.- યુનિ. ઇન્ટર કોલેજ - -
- ટુનામેન્ટમાં વિધીએ રેકોર્ડબ્રેક કર્યો હતો
સુરત ડિસ્ટ્રીક
એથલેટિક્સ એસો.ના સેકેટરી શોયેબ મુરાદે જણાવ્યું કે, ગત વર્ષે વીર નર્મદ દક્ષિણ ગુજરાત
યુનિ.દ્રારા ઇન્ટર કોલેજ સ્પધા યોજાઇ હતી. જેમાં વિધી કદમ ૧૦૦ મીટર અને ૨૦૦ મીટરની
દોડમાં રેકોર્ડબ્રેક સમયમાં પૂર્ણ કરીને વિજેતા બની હતી. તે રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે તેના ઉજ્જવળ
દેખાવ માટે ખુબજ મહેનત કરતી હતી. જેથી રાષ્ટ્રીય સ્તરની પસંદગી હોવાને કારણે વિધિ છેલ્લા
ઘણાં સમયથી નિયમિત જીમમાં ટ્રેનિંગ માટે જતી હતી.
- ડિસ્ટ્રીક્ટ એથલેટિક્સ એસોસિએશને શોક વ્યક્ત કર્યો
યુનિવર્સિટી રેકોર્ડ
હોલ્ડર અને નેશનલ પ્લેયર વિધિ કદમનાં માર્ગ અકસ્માતમાં મોતને પગલે જિલ્લાનાં રમતવીરોમાં
પણ ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. કચરાની ગાડી અડફેટે મોતને ભેટેલી વિધિ કદમનાં
ઉજ્જવળ ભવિષ્ય પર હવે પૂર્ણ વિરામ મુકાયું
છે. બનાવના લીધે સુરત ડિસ્ટ્રીક્ટ એથલેટિક્સ
એસો. દ્વારા ઘેરા શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. એસો.એ જણાવ્યું કે, વિધિ કદમે
રમત ગમત ક્ષેત્રે પોતાની આગવી પ્રતિભા દાખવી હતી. તેનામાં રહેલી અપાર ક્ષમતા અને દ્રઢ
નિશ્ચય છલકાતો હતો. તેના મોતના લીધે કોચ અને સહયોગી ખેલાડીમાં ગમગીની છવાઇ છે.
- મહિના બાદ નડીયાદમાં નેશનલ દોડમાં ભાગ લેવાની હતી
આગામી તા.૫મી સપ્ટમ્બરે નડિયાદ ખાતે રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાવાની છે. જેમાં વિધી કદમ ૧૦૦ અને ૨૦૦ મીટર દોડમા ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ સ્પર્ધામાં સફળતા માટે તે સખત ટ્રેનીંગ લઇ રહી હતી.