લો કરો વાત.. હવે ગેસ્ટ હાઉસમાં ગ્રાહકો માટે વીઆઇપી અને નોન વીઆઇપી કેટેગરી
નારોલ સ્થિત હોટલ ધ ગ્રાંડમાં યુવતીઓને સાતથી વધારે એજન્ટોની મદદથી દેહવિક્રયનો કારોબારમાં ગ્રાહકોની કેટેગરી પ્રમાણે સર્વિસ
બાંગ્લાદેશી યુવતીઓને દેહવિક્રયના કારોબારમાં ધકેલવામાં આવતી હોવાની શંકા

અમદાવાદ, શુક્રવાર
અમદાવાદમાં ગેસ્ટ હાઉસ અને મસાજ સેન્ટરની આડમાં ચાલતા દેહવિક્રયના કારોબાર બેરોકટોક રીતે ચાલી રહ્યા છે. ત્યારે હવે તો હદ ત્યાં થઇ છે કે નારોલ સ્થિત એક ગેસ્ટ હાઉસમાં ગ્રાહકોની વીઆઇપી અને સાદા ગ્રાહકની કેટેગરી શરૂ કરવામાં આવી છે. જેમાં બાંગ્લાદેશી યુવતીઓને સાત થી વધુ એજન્ટો દ્વારા ગેસ્ટ હાઉસમાં લાવવામાં આવે છે અને જેથી નાની ઉમરની યુવતીઓને વીઆઇપી કેટેગરીના ગ્રાહકો માટે અને 35થી વધુ ઉમરની મહિલા કે સુદર ન હોય તેને સાદી કેટેગરીના ગ્રાહકો માટે રાખવામાં આવે છે. વીઆઇપી કેટેગરીમાં ગ્રાહક પાસેથી 2500થી માંડીના પાંચ હજાર સુધીની રકમ નક્કી કરવાની અને સાદી કેટેગરીમાં 1500 સુધીની રકમ પ્રતિ ગ્રાહક વસુલવામાં આવે છે. હોટલ ધ ગ્રાંડમાં સવારથી નક્કી કરેલા એજન્ટો યુવતીઓને ચોક્કસ સમયે મુકવા આવે અને સાંજે સાત થી આઠ વાગતા યુવતીઓને લઇ જતા હોય છે. આ એજન્ટોમાં એક મહિલા એજન્ટ પણ છે.
સૌથી નવાઇની વાત એ છે કે ગેસ્ટ હાઉસમાં એન્ટ્રીની ડોક્યુમેન્ટ પણ નથી લેવામાં આવતા અને ચોક્કસ નક્કી સમય માટે ગ્રાહકોને રૂમ આપવામાં આવે છે. સંચાલકો એવો દાવો પણ કરે છે કે સ્થાનિક પોલીસ અને એજન્સીનું ભરણ નક્કી હોવાથી કોઇ દરોડો નહી પડે. વીઆઇપી કેટેગરીના ગ્રાહકો માટે ખાસ પ્રકારની સુવિદ્યા વાળા રૂમ બનાવવામાં આવ્યા છે. આમ હવે ગેસ્ટ હાઉસમાં ગ્રાહકોની કેટેગરી પ્રમાણે કામ શરૂ કરવામાં આવ્યું છે.

