નર્મદા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 700 ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવી છે જેમાંથી આજે રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે 100 લોકોની પુછપરછ કરવામાં આવી છે
નર્મદા જિલ્લામાં બોગસ આવકના દાખલા પ્રકરણમાં સાંસદે ગઈ કાલે જિલ્લા સંકલન સમિતિમાં પ્રશ્ન ઉઠાવતા પોલીસ હરકતમાં આવી ગઈ છે.
આ કેસમાં નર્મદા એસ પી દ્વારા SITની રચના કરવામાં આવી હતી. આજે આ મામલે SITના અધ્યક્ષ એવા ડી વાય એસ પી એ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, નર્મદા પોલીસ દ્વારા અત્યારસુધીમાં 700 ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવી છે, જેમાંથી આજે રાજપીપલા પોલીસ સ્ટેશન ખાતે 100 લોકો ની પુછપરછ કરવામાં આવી છે.
આ કેસ માં જે લોકો એ ખોટા દસ્તાવેજો બનાવડાવ્યા છે તે લોકો ના દસ્તાવેજો ખોટા સાબિત થશે તો તે તમામ લોકો ને પણ આરોપી તરીકે ગણવામાં આવશે આરોપીઓ દ્વારા જિલ્લાની કોર્ટમાં આગોતરા જામીન બબાતે અરજી કરી છે જેની સામે નર્મદા પોલીસે દલીલ કરી છે કોર્ટમાં તેની કાર્યવાહી હાલ ચાલી રહી હોવનું જણાવ્યું હતું.
આ ખોટા દસ્તાવેજોના કેસમાં કોઈપણ સરકારી ઓફિસર કે પ્રાઇવેટ એજન્સી ઇનવોલ્વ હશે તો તેમના પણ નામ આરોપી તરીકે લેવામાં આવશે સાથે આ બોગસ આવકના દાખલા RTI યોજના ઉપરાંત વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન જેવી સરકારી યોજનામાં ઉપયોગ થયાં છે કે નહિ તે અંગે પણ ટિમો તપાસ કરી રહી છે.
આ કેસમાં પોલીસ પર કોઈપણ રાજકીય દબાણ નથી અને પોલીસ નિષ્પક્ષ રીતે કામગીરી કરી રહી છે.