Get The App

સાગબારાના કોલવણમાં દીપડાનો આતંક, નવ વર્ષની બાળકીને ફાડી ખાધી

Updated: May 30th, 2025

GS TEAM


Google News
Google News
સાગબારાના કોલવણમાં દીપડાનો આતંક, નવ વર્ષની બાળકીને ફાડી ખાધી 1 - image
Representative image  

Narmada News: ગુજરાતમાં દીપડાના આતંકની ઘટનાઓ બની હતી. ત્યારે સાગબારા તાલુકાના કોલવણ ગામના ભાગોળે બાળકો રમતા હતા. આ દમિયાન અચાનક દીપડો 9 વર્ષની બાળકીને ખેંચી ગયો હતો. ત્યારબાદ બાળકીના પિતા દીપડાની પાછળ દોડ્યા હતા. પરંતુ દીપડાએ બાળકીને નજીકના ખેતરમાં છોડીને ભાગી ગયો હતો. આ ઘટનાના બાળકીનું મૃત્યુ નીપજ્યું છે. બાળકીનું નામ શ્રેયલ વિશાલ વસાવા હોવાનું જાણવા મળ્યું છે. 

ગ્રામજનોમાં ભારે રોષ

મળતી માહિતી અનુસાર, બાળકીના મૃતદેહને સાગબારા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલમાં ડૉક્ટર ન હોવાથી બાળકીના મૃતદેહ પીએમ પણન થતા ગ્રામજનો રોષે ભરાયા હતા અનેરોષે ભરાયેલ ગ્રામજનોએ રસ્તો રોકી ચક્કાજામ કર્યો હતો. આ ઉપરાંત ફોરેસ્ટ વિભાગનો કર્મચારી પણ ઘટના સ્થળે પહોંચ્યા નહતા.

Tags :