Gujarat
નર્મદા ડેમની સપાટી ૧૩૬.૪૪ મીટર થઇ ઃ ૧૫ ગેટ ખોલી નાખ્યા
By GS TEAM
30 Aug 20251 min read

રાજપીપળા,ઉપરવાસમાં ભારે વરસાદ થતા સતત છોડાઇ રહેલાં પાણીના કારણે સરદાર સરોવર ડેમની સપાટી હજી વધી રહી છે. હાલ ડેમની સપાટી ૧૩૬.૪૪ મીટર છે.
ડેમના ૧૫ દરવાજા ૧.૮૫ મીટર ખોલ્યા છે. નદીમાં કુલ ૩૪૬૧૭૨ ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. જેની સામે પાણીની આવક ૨૪૬૮૨૦ ક્યુસેક ચાલુ છે. કેનાલમાં પાણીની જાવક ૨૩૫૦૧ ક્યુસેક છે. ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. હજી આશરે ૨ મીટર ડેમ ભરાવા આડે છેટું છે. ડેમમાં પાણીનો ગ્રોસ સ્ટોરેજ ૮૭૫૭.૪૦ એમસીએમ છે. ડેમ ૯૨.૫૭ ટકા ભરાઇ ચૂક્યો છે. આ સીઝનમાં ડેમના ગેટ બીજી વખત ખોલવામાં આવ્યા છે. આ અગાઉ તા.૩૧ જુલાઇએ ડેમના પાંચ ગેટ ખોલવામાં આવ્યા હતા.
નદીમાં પાણીની જાવક સતત ચાલુ હોવાથી વડોદરા, ભરૃચ અને નર્મદા જિલ્લાના કાંઠા વિસ્તારના ૨૭ ગામોને સતર્ક કરાયા છે.








