નર્મદા ભવનની ઓફિસો કલેક્ટર કચેરી અને જૂની કોઠી બિલ્ડિંગમાં શિફ્ટ કરાશે
નર્મદા ભવનનું રિપેર કરવાનું કામ ૭ કરોડના ખર્ચે કરાશે
વડોદરા,નર્મદા ભવનની બિલ્ડિંગને સલામત કરવા માટે રેટ્રોફિટિંગનું કામ ૭ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. આ કામગીરીને અનુલક્ષીને આ બિલ્ડિંગમાં આવેલી સરકારી કચેરીઓ ખાલી કરવાની શરૃઆત થઇ ગઇ છે.
વડોદરામાં સૌથી વધુ સરકારી કચેરીઓ ધરાવતી બહુમાળી બિલ્ડિંગ નર્મદા ભવનનું હાલ રિપેરિંગ કરવામાં આવનાર છે અને તે કામ પાયાથી હાથ ધરાનાર હોવાનું જાણવા મળ્યું છે. જેના પગલે આ બિલ્ડિંગમાં કાર્યરત ૪૫ ૪૫ કચેરીઓને નોટિસો પાઠવી વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું છે. સ્ટેમ્પ ડયૂટી નાયબ કલેક્ટરની બે ઓફિસને નવી કલેક્ટર કચેરીમાં, સબ રજિસ્ટારના અધિક કલેક્ટરની ઓફિસને નવી કલેક્ટર કચેરીમાં તેમજ મામલતદાર (પૂર્વ)ની ઓફિસને જૂની કોઠી બિલ્ડિંગમાં શિફ્ટ કરાશે.