જામનગરમાં રાષ્ટ્રીય સુરક્ષા માટે નારી શક્તિ સિંદૂર યાત્રાનું સોમવારે સાંજે આયોજન
જમ્મુ-કાશ્મીરના પહેલગામ આતંકી હુમલાના બદલાના ભાગરૂપે ભારતીય સૈન્યએ કરેલી કાર્યવાહી ઓપરેશન સિંદુરની સફળતા અને ભારતીય સેનાના પરાક્રમની ઉજવણી માટે સમગ્ર ભારતભરની નારી શક્તિ મેદાનમાં છે. જેના સંદર્ભમાં જામનગરમાં પણ આવતી કાલે સોમવારે સાંજે 5:00 વાગ્યે નારી શક્તિ સિંદુર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય સુરક્ષા માટે નારી શક્તિ સિંદુર યાત્રાનો પ્રારંભ સાંજે પાંચ વાગ્યે પોલીસ હેડ ક્વાર્ટરમાં આવેલા શહીદ સ્મારક પાસેથી થશે. જ્યાં શહીદોને પુષ્પાંજલિ અર્પિત કર્યા બાદ નારી શક્તિ સિંદૂરયાત્રાનો પ્રારંભ થશે. જે શરૂ સેક્શન રોડ, જોગર્સ પાર્ક, વિરલબાગ થઈ ડી.કે.વી. સર્કલ પાસે સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા પાસે પરિપૂર્ણ થશે.
આ નારી શક્તિ સીંદુર યાત્રામાં નગરની તમામા સન્નારીઓને જોડાવા માટે જામનગર ઉત્તર 78-વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા અનુરોધ કરાયો છે.