Get The App

સુરત દુષ્કર્મ કેસમાં સજા મોકુફીની માંગ સાથે નારાયણ સાંઈએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
સુરત દુષ્કર્મ કેસમાં સજા મોકુફીની માંગ સાથે નારાયણ સાંઈએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી 1 - image

Surat Rape Case : વર્ષ 2013 સુરત દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈની આજીવન કેદની સજા રદ મોકુફ રાખવામાં આવે તેવી માંગ સાથે દાખલ કરવામાં આવેલી અરજી ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. આ મામલે વધુ સુનાવણી ૨૬મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. 

આસારામ બાપુના પુત્ર નારાયણ સાંઈને એપ્રિલ 2019માં સુરત સેશન્સ કોર્ટે ભારતીય દંડ સંહિતાની અલગ અલગ કલમો હેઠળ દુષ્કર્મ, જાતીય હુમલો, અકુદરતી ગુનાઓ અને ગુનાહિત કાવતરું સહિતના આરોપોમાં દોષિત ઠેરવ્યા હતા. તેઓ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે અને વર્ષ 2013માં ધરપકડ થયા પછીથી લાજપોર જેલમાં બંધ છે.

અગાઉ નારાયણ સાંઈએ  સુરત શેશન્સ કોર્ટના દોષિત જાહેર કરવાના આદેશને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે. જે હાલ હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અપીલ અરજીમાં રજૂઆત કરી હતી કે  તેમને અને તેમના પિતાને નિશાનો બનાવીને કાવતરાના ભાગરૂપે તેમને ખોટી રીતે બનાવટી કેસમાં ફસાવવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો છે કે આવી કોઈ દુષ્કર્મ ઘટના ક્યારેય બની નથી. નારાયણ સાંઈએ FIR દાખલ કરવામાં લગભગ એક દાયકાના અતિશય વિલંબ, પ્રથમદર્શી અને સમર્થનાત્મક પુરાવાના અભાવ અને ટ્રાયલ કોર્ટના તારણોમાં ભૂલો તરફ ધ્યાન દોર્યું છે. સાઈએ કોર્ટને દોષિત ઠેરવવા અને તેને રદ કરવા વિનંતી કરી છે.

આ કેસમાં ફરિયાદી એક મહિલાની નાની બહેન છે જેણે અગાઉ આસારામ બાપુ પર  આશ્રમમાં દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. રાજસ્થાનની વિશેષ અદાલતે 2018માં સગીરા પર દુષ્કર્મ આરોપમાં આસારામને અલગથી આજીવન કેદની સજા ફટકારી હતી.