Get The App

વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોના આજે નામ જાહેર થશે

Updated: May 21st, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોના આજે નામ જાહેર થશે 1 - image

વડોદરાઃ વડોદરા જિલ્લા પંયાતના તમામ પાંચ હોદ્દેદારોના નામોની આવતીકાલે જાહેરાત થઇ જશે.

જિલ્લા પંચાયતમાં કુલ ૩૪ બેઠકમાંથી ભાજપે ૩૨ બેઠકો મેળવી છે.જેથી પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે આવતીકાલે પ્રમુખ-ઉપ પ્રમુખ,કારોબારી ચેરમેન,દંડક અને પક્ષના નેતા જેવા હોદ્દાઓના નામોની જાહેરાત કરવામાં આવનાર છે.

ત્યારબાદ પ્રમુખ અને ઉપપ્રમુખના નામ માટે ફોર્મ ભરવામાં આવશે અને બીજા દિવસે તા.૨૩મીએ ચૂંટણી થશે.હોદ્દા મેળવવા માટે કેટલાક દાવેદારો ધારાસભ્યોનું શરણું લેવા દોડાદોડી કરી રહ્યા છે.