Gujarat
વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોના આજે નામ જાહેર થશે
By GS TEAM
21 May 20261 min read

વડોદરાઃ વડોદરા જિલ્લા પંયાતના તમામ પાંચ હોદ્દેદારોના નામોની આવતીકાલે જાહેરાત થઇ જશે.
જિલ્લા પંચાયતમાં કુલ ૩૪ બેઠકમાંથી ભાજપે ૩૨ બેઠકો મેળવી છે.જેથી પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે આવતીકાલે પ્રમુખ-ઉપ પ્રમુખ,કારોબારી ચેરમેન,દંડક અને પક્ષના નેતા જેવા હોદ્દાઓના નામોની જાહેરાત કરવામાં આવનાર છે.
ત્યારબાદ પ્રમુખ અને ઉપપ્રમુખના નામ માટે ફોર્મ ભરવામાં આવશે અને બીજા દિવસે તા.૨૩મીએ ચૂંટણી થશે.હોદ્દા મેળવવા માટે કેટલાક દાવેદારો ધારાસભ્યોનું શરણું લેવા દોડાદોડી કરી રહ્યા છે.









