Get The App

ગુજરાતી ફિલ્મ અને આલ્બમ નિર્માતા નવધણ ભરવાડનું ફેસબુક એકાઉન્ટ હેક

Updated: Mar 24th, 2022

GS TEAM

Google News
Google News
ગુજરાતી ફિલ્મ અને આલ્બમ નિર્માતા નવધણ ભરવાડનું ફેસબુક એકાઉન્ટ હેક 1 - image

તા. 24 માર્ચ, ગુરુવાર

સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વીટર કે ફેસબુક હેક થઇ જાય તો વ્યક્તિ ચિંતામાં મુકાઇ જાય છે, કારણે કે તેના એકાઉન્ટનો ગેરરીતે ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતૂ જો કોઇ કલાકારનું જ ફેસબુક પેઝ હેક થઇ જાય તો વ્યક્તિની પ્રાઇવસી અને સિક્યોરિટીને લઇને ફેસબુક પર સવાલો ઉભા થાય છે.

ગુજરાતમાં ૫૦,૦૦0થી પણ વધારે સભ્યો ધરાવતા અને ગુજરાતી ફિલ્મ અને આલ્બમ નિર્માતા નવધણ ભરવાડ (મુંધવ)નું ફેસબુક એકાઉન્ટ હેક થઇ ગયુ છે. જેમનું ઓફિશિયલી FB નામ Navaghan Bharwad Nagaldham  હતુ. જેની પોલિસ ફરીયાદ કરવામાં આવી છે.