Get The App

નડિયાદ મનપા 159 દિવસ બાદ પોતાની વેબસાઈટ બનાવી શકી નથી

Updated: Jun 12th, 2025

GS TEAM


Google News
Google News
નડિયાદ મનપા 159 દિવસ બાદ પોતાની વેબસાઈટ બનાવી શકી નથી 1 - image


- ડ્રીમ પ્રોજેક્ટ 'ડિઝિટલ ઈન્ડિયા' નડિયાદમાં ફ્લોટ

- ઓનલાઈન સર્ચ કરતા કલેક્ટરની સાઈટમાં નડિયાદ પાલિકાની પ્રાથમિક માહિતીનું પેજ ખૂલે છે

નડિયાદ : કેન્દ્ર અને રાજ્ય સરકાર ડિઝીટલાઈઝેશનને પ્રાધાન્ય આપી રહી છે. વડાપ્રધાને  ડિઝીટલ ઈન્ડિયાને ડ્રીમ પ્રોજેક્ટ બનાવ્યો છે. નડિયાદ મહાનગરપાલિકામાં ડિઝિટલ ઈન્ડિયા અને ગુજરાતની વાતો સાવ પોકળ સાબિત થઈ રહી છે. પાલિકામાંથી નડિયાદ મહાપાલિકા બન્યાના ૧૫૯ દિવસ પૂર્ણ થયા બાદ હજુ સુધી મનપાના અધિકારીઓ સત્તાવાર વેબસાઈટ બનાવી શક્યા નથી. 

તત્કાલિન નડિયાદ નગરપાલિકા ડિઝીટલ કામગીરી બાબતે સાવ જ નિષ્ફળ રહી હતી. પોતાની સત્તાવાર વેબસાઈટ પર ક્યારેય અપડેટ કરવાની તસ્દી લીધી નહોતી. ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરવાની પણ કોઈ સુવિધા નહોતી. ત્યારે ૧ જાન્યુઆરીથી તો નડિયાદ મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી છે. મનપા બન્યાને આજે ૧૫૯ દિવસ પૂરા થશે. છતાં મનપાના કમિશનર સહિતના સબંધિત ઉચ્ચ અધિકારીઓએ નડિયાદ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ ડેવલપ કરવાની તસ્દી લીધી નથી. હજુ સુધી નડિયાદ મહાનગરપાલિકાની કોઈ સત્તાવાર વેબસાઈટ બનાવી ના હોવાથી ઓનલાઈન સર્ચ કરતા તે અંગે કોઈ જ માહિતી મળતી નથી. ઓનલાઈન નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે નડિયાદ મહાનગરપાલિકા સર્ચ કરતા તેમાં જિલ્લા કલેક્ટર કચેરીનું સત્તાવાર પેજ ખુલે છે. જે પેજમાં તત્કાલિન નડિયાદ નગરપાલિકાની પ્રાથમિક વિગતો અને સંપર્ક નંબર અને ઈ-મેલ એડ્રેસ જોવા મળે છે.

નડિયાદ મનપા વાહવાહી માટે 'એક્સ' પર સક્રિય

૧ જાન્યુઆરી, ૨૦૨૫થી નડિયાદ મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રશાસન દ્વારા તુરંત જ 'એક્સ' (ટ્વીટર) પર તત્કાલિન નડિયાદ નગરપાલિકાના એકાઉન્ટનું નામકરણ કરી નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એનએમસી) કરી દેવાયું હતું. તા. ૩ જાન્યુઆરી, ૨૦૨૫થી તેના પર અધિકારીઓની સક્રિયતા દર્શાવવાના પ્રયાસ શરૂ થઈ ગયા હતા. જેમાં માત્રને માત્ર અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લેવાય અથવા તો કોઈ કાર્યક્રમ કરાય, તેની વાહવાહી લૂંટવા અને મનપાની મહત્વની જાહેરાતો માટે સક્રિયતા દાખવવામાં આવી રહી છે.

Tags :