Get The App

નડિયાદ મામલતદાર કચરીના મહેસુલી તલાટીને સસ્પેન્ડ કરાયા

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
નડિયાદ મામલતદાર કચરીના મહેસુલી તલાટીને સસ્પેન્ડ કરાયા 1 - image

- પરવાનગી વગર લાંબા સમયથી તલાટી ગેરહાજર રહેતા અને કામગીરીમાં બેદરકારી  દાખવતા કાર્યવાહી 

 નડિયાદ : નડિયાદ મામલતદાર કચેરીમાં મહેસુલી તલાટી તરીકે કાર્યરત તલાટીને ગુજરાત સેવા શિસ્ત અને વર્તણૂંકના નિયમોનો ભંગ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

નડિયાદ મામલતદાર કચેરીમાં મહેસુલ તલાટી વિજય રબારી લાંબા સમયથી ઉચ્ચ અધિકારીઓની પૂર્વ પરવાનગી મેળવ્યા વગર ફરજ પર ગેરહાજર રહ્યા હતા. આ ઉપરાંત તેમની કામગીરીમાં પણ અનેક સ્તરે બેદરકારી જોવા મળી હતી. જેથી તેમને તત્કાલ સરકારી નિયમોનુસાર તલાટીને જિલ્લા કલેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલે આ કાર્યવાહી દ્વારા જિલ્લા તંત્રએ સંકેત આપ્યો છે કે આગામી સમયમાં પણ જે કર્મચારીઓ ફરજ પ્રત્યે બેદરકારી દાખવશે તેમની સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવીને કડક વહીવટી પગલાં લેવામાં આવશે.