વડોદરા,એસ.એસ.જી. હોસ્પિટલમાં કેન્દ્રની NABH ની ટીમ દ્વારા સતત બીજા દિવસે ૨૪ ડિપાર્ટમેન્ટમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
એન.એ.બી.એચ.ની ટીમ દ્વારા સયાજી હોસ્પિટલમાં બીજા દિવસે રેડિયોલોજી, રેકર્ડ રૃમ સહિત ૨૪ સ્થળે તપાસ કરવામાં આવી હતી. તદુપરાંત એમ્બ્યુલન્સ સેવાની પણ ચકાસણી કરવામાં આવી હતી. ગઇકાલે રૃક્મણી ચૈનાની પ્રસુતિ ગૃહમાં પિંક કોર્ડનું એનાઉન્સમેન્ટ કરાયું હતું. જ્યારે બીજા દિવસે તાત્કાલિક સારવાર વિભાગમાં ફાયર એલાર્મની ચકાસણી કરાઈ હતી. સતત ૫ મિનિટ સુધી એલાર્મ ચાલુ રાખવામાં આવ્યું હતું. ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં નસગ સ્ટાફને પણ કેટલાક સૂચનો દર્દીની સારવાર અંગે કરવામાં આવ્યા હતા. તેમજ દર્દી દાખલ થયાથી ડિસ્ચાર્જ થતા સુધીની તમામ સમરીનો રેકર્ડ રાખવા જણાવાયું છે. ડિસ્પેન્સરીમાં એક્સપાયરી ડેટની દવાઓનું લિસ્ટ બનાવી તેનો તાત્કાલિક નિકાલ કરવાની સૂચના આપવામાં આવી છે.


