Get The App

NABH ની ટીમ દ્વારા સયાજી હોસ્પિટલમાં ઇન્સપેક્શન શરૃ

ત્રણ દિવસની વિઝિટ પછી જરૃરી સૂચનો કરવામાં આવશે

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
NABH ની ટીમ દ્વારા સયાજી હોસ્પિટલમાં ઇન્સપેક્શન શરૃ 1 - image

વડોદરા,સયાજી હોસ્પિટલમાં કેન્દ્રની ટીમના ત્રણ સભ્યોની ટીમે આજે પહેલા દિવસે સયાજી હોસ્પિટલના અલગ - અલગ ડિપાર્ટમેન્ટની મુલાકાત લીધી હતી. 

કેન્દ્રની નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ હોસ્પિટલ્સ (એનએબીએચ)ની ત્રણ સભ્યોની ટીમ દ્વારા આજે પહેલા દિવસે  ઇલેક્ટ્રિક રિક્ષામાં સમગ્ર  હોસ્પિટલ કેમ્પસની વિઝિટ કરી  હતી.  આ ટીમમાં કોઇમ્બતૂરના ડો. એમ. વેંકટેશ, મુંબઇ થાણેના ડો.સુવર્ણા વાગોલકર તથા બેંગલુરુના ડો. ચિદમ્બરાનો સમાવેશ થાય છે. ડોક્ટરની ટીમ દ્વારા આજે પિડિયાટ્રિક, ગાયનેક, ઓપરેશન થિયેટર,પલમોનરી, ન્યૂરો સર્જન, સર્જરી, મનોચિકિત્સક, ઓ.પી.ડી. તથા મેડિસિન ડિપાર્ટમેન્ટની મુલાકાત લેવામાં આવી હતી. ટીમ દ્વારા કેસ પેપર તેમજ અન્ય દસ્તાવેજોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.  ઉલ્લેખનીય છે કે, સયાજી  હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને તેમની ટીમે છેલ્લા ચાર મહિનાથી આ વિઝિટ માટે તૈયારીઓ કરી હતી.